ફંડ ફાળાની રેસમાં 8 પ્રાદેશિક પક્ષો આગળ નીકળી ગયા

દેશના રાજકારણમાં હવે માત્ર ભાજપ કે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો જ નાણાકીય રીતે મજબૂત નથી, પરંતુ પ્રાદેશિક પક્ષો પણ ખૂબ જ શક્તિશાળી બની રહ્યા છે.…

દેશના રાજકારણમાં હવે માત્ર ભાજપ કે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો જ નાણાકીય રીતે મજબૂત નથી, પરંતુ પ્રાદેશિક પક્ષો પણ ખૂબ જ શક્તિશાળી બની રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં દેશના 8 પ્રાદેશિક પક્ષોએ એટલું મોટું ફંડ એકઠું કર્યું છે કે, તેમણે ભાજપ અને કોંગ્રેસ સિવાયની અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓ, જેમ કેAAP-BSP-CPIM-NPEPને કમાણીની બાબતમાં પાછળ છોડી દીધી છે. રૂૂ.20,000થી વધુ રકમના ફંડિંગના કિસ્સામાં પ્રાદેશિક પક્ષોની કમાણીમાં 2023-24ની સરખામણીએ 2024-25માં લગભગ 198% નો મોટો વધારો નોંધાયો છે.

નાણાકીય વર્ષ 2023-24માં પ્રાદેશિક પક્ષોને કુલ રૂૂ.347.69 કરોડનું ફંડ મળ્યું, જયારે એ પછીના 2024-25ના વર્ષમાં પ્રાદેશિક પક્ષોને કુલ રૂૂ.1,051.56 કરોડનું ફંડ મળ્યું હતું. ફંડ આપનારાઓની સંખ્યા પણ 2,861થી વધીને 5,297 (85%નો ઉછાળો) થઈ ગઈ છે. ટોચના 5 પ્રાદેશિક પક્ષોએ જ કુલ રૂૂ.840.12 કરોડનું ફંડ મેળવ્યું છે, જે કુલ પ્રાદેશિક રાજકીય ફંડિંગના 79.9% જેટલો હિસ્સો ધરાવે છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ રૂૂ.20,000 થી ઓછા ફંડિંગમાં ફંડ આપનારનું નામ જાહેર કરવું ફરજિયાત નથી, જેનો લાભ પક્ષોએ લીધો છે: અનામી ફંડિંગમાં ઉછાળો: અજ્ઞાત સ્રોતો પાસેથી આવતી રકમ રૂૂ.6.62 કરોડથી વધીને રૂૂ.302.67 કરોડ થઈ ગઈ છે.

રોકડમાં મળેલું ફંડ રૂૂ.6.54 કરોડથી વધીને રૂૂ.301.44 કરોડ થઈ ગયું છે.
DMK ને મળેલા રૂૂ.365.78 કરોડમાંથી રૂૂ.300.64 કરોડ (82%) અજ્ઞાત સ્રોતો દ્વારા રોકડમાં બતાવાયા છે. જ્યારે TMC ને મળેલી રકમમાં મોટા ભાગના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટમાં અધૂરી વિગતો જોવા મળી છે.
ADR મુજબ દેશના 67 માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષોમાંથી 33 પક્ષોએ સત્તાવાર વેબસાઈટ પર તેમના ફંડિંગનો રિપોર્ટ જમા કરાવ્યો નથી. રાજકીય પક્ષોના ફંડિંગ અને ચૂંટણી સંબંધી વધુ સત્તાવાર માહિતી માટે ભારતના ચૂંટણી પંચના પોર્ટલ પરથી વિગતો મેળવી શકાય છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *