કિસાનો પર વિંઝાયેલી લાઠીનો જવાબ સરકારને 2027માં જરૂર મળશે: ખેડૂત એસો.

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા) પટેલ પ્રવીણભાઈ પડારીયા (કાલાવડ) ભુપતભાઈ પટેલ (ધારુકા), ભરતસિંહ વાળા (તરેડી), કાળુભાઈ રાઠોડ, નાગજીભાઈ પટેલ…

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા) પટેલ પ્રવીણભાઈ પડારીયા (કાલાવડ) ભુપતભાઈ પટેલ (ધારુકા), ભરતસિંહ વાળા (તરેડી), કાળુભાઈ રાઠોડ, નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), લાખાભાઈ ઊંધાડ (દેરડી કુંભાજી) ની સંયુક્ત યાદી જણાવે છે કે બોટાદ યાર્ડમાં ચાલી આવતી કડદા પ્રથા બંધ કરાવવા શાંત રીતે ચાલતા આંદોલન ને કચડી નાખવા અને શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ ખેડૂતો પર જે પ્રકારે લાઠીચાર્જ કરી પોલીસ દમન ગુજારવામાં આવેલ છે તેને ગુજરાત ખેડૂત એસોસિયેશન સખત શબ્દોમાં વખોડે છે. આ પ્રકારે રાજ્યમાં દારૂૂડિયા, જુગારીયા લુખ્ખાઓ, દુષ્કર્મ આચારનારા કે અસામાજિક તત્વો પર પણ પોલીસ લાઠીઓ વરસાવતી નથી. લુખાગીરી આચરનારાઓ સામે બકરી બની જતી પોલીસ કોના આદેશથી સિંહ બની ખેડૂતો પર તૂટી પડી હતી. પોલીસ વોટર કેનન નો ઉપયોગ કરી શકે છે.

પોલીસે ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરતા વિસ્ફોટ થયો હતો અને આના માટે પોલીસ પણ જવાબદાર છે જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો એકત્ર ન થાય તે માટે સરકારે ધમકીઓ આપી હતી પત્રકારોને પણ ફટકારવામાં આવ્યા છે આંદોલનકારીઓને વીણી વીણીને ઘરની બહાર કાઢી ફટકારવામાં પોલીસની જે ભૂમિકા રહી છે તે અંગ્રેજોને યાદ અપાવે તે પ્રકારની છે નિર્દોષને ફટકારનાર માર્કેટ યાર્ડના ભ્રષ્ટાચાર કિસાન કત્લેઆમ સરકારને છતી આંખે દેખાતી નથી. ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે ખેડૂતો ને ખેડૂતોની ખેતપેદાશમાં કડદો કરી ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.

ખેડૂતોના હક અને અધિકારો સામે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કરવાને બદલે આ પ્રકારે તાનાશાહી ચલાવી જોર જૂલમ થી અંગ્રેજોને પણ શરમાવે તે પ્રકારે પોલીસે જે દમન ગુજારવામાં આવ્યો છે તેમાં જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અમારી માંગ રાજ્યના 54 લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનો જે રીતે પ્રયાસ છે તેને સાખી નહીં લેવાય આ લાઠી ચાર્જનો જવાબ ગુજરાતના ખેડૂતો 2027માં વ્યાજ સાથે આપશે જવાબ. લાઠી ચાર્જ કરનાર પોલીસ કર્મચારી ઉપર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે કડદો કરનાર વેપારી ઉપર કાર્યવાહી હાથ ઘરવા અંતમાં ગુજરાત રાજ્ય ખેડૂત એસોસિયેશન અને ક્રાંતિ સંગઠને માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *