સરકારે ગત બજેટમાં ફાળવેલ રકમમાંથી 1,21,447 કરોડ ખર્ચ્યા જ નહી

કરોડો નાગરિકો પાયાની સેવા- સુવિધાના મળવાપાત્ર લાભોથી રહ્યા વંચિત: કોંગ્રેસ વર્ષ 2025-26 ના બજેટમાં કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો માટે કરોડો રૂૂપિયાની મોટી-મોટી જાહેરાત કરી હતી…

કરોડો નાગરિકો પાયાની સેવા- સુવિધાના મળવાપાત્ર લાભોથી રહ્યા વંચિત: કોંગ્રેસ

વર્ષ 2025-26 ના બજેટમાં કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો માટે કરોડો રૂૂપિયાની મોટી-મોટી જાહેરાત કરી હતી પણ હકીકત તપાસતા કેન્દ્રની મોદી સરકારની લકવાગ્રસ્ત નિતિ (પોલીસી પેરાલીસીસ), નબળી ઈચ્છા શક્તિ આયોજનના અભાવ અને ખામી યુક્ત શાસન વ્યવસ્થાના લીધે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરીવિકાસ અને નોર્થ ઈસ્ટ વિકાસના કુલ સાત વિભાગોમાં કુલ 1,21,447 કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભોથી વંચિત રહ્યા, આ છે મોદી સરકારના સુશાસનનો બેનમૂન નમુનો…! જેનો આંકડા સાથે પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટ 2026-27ના દસ્તાવેજો દર્શાવે છે કે કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં સામાજિક ક્ષેત્રની મોટાભાગની યોજનાઓ પર વચન મુજબ ખર્ચ કર્યો નથી.

જેના લીધે દેશના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના કરોડો નાગરિકો લાભોથી વંચિત રહ્યાં છે. મનરેગાનો કાયદો નાબૂદ કરીને નવી યોજનાથી ભારતના ગ્રામિણ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. જલ જીવન મિશન પર ભારે કપાત કરવામાં આવી છે. 67,000 કરોડ રૂૂપિયા ખર્ચવાની યોજના હોવા છતાં સરકારે માત્ર 17,000 કરોડ રૂૂપિયા જ ખર્ચ્યા, જેના કારણે લાખો લોકોના સ્વચ્છ નળના પાણીના સપના અધૂરા રહ્યા. બીજીબાજુ દેશના અનેક શહેરી વિસ્તારોમાં શુધ્ધ પીવાના પાણીના અભાવે હજારો બાળકો અને નાગરિકો મોટા પાયે પાણીજન્ય રોગોથી ભોગ બની રહ્યાં છે. આવાસ યોજનાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. પીએમએવાય-શહેરી, પીએમએવાય-શહેરી 2.0 અને પીએમએવાય-ગ્રામિણ-ત્રણેય યોજનાઓમાં બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે હજારો કરોડ રૂૂપિયાનો તફાવત જોવા મળ્યો છે.

બજેટ 2026 સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા આપવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં ઘણી મહત્વની કલ્યાણકારી યોજનાઓમાં વચન અને ખર્ચ વચ્ચે મોટો અંતર જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી કેન્દ્રની ભાજપા સરકારની નિતિ અને નિયતમાં ખામીને લીધે ગરીબ અને નબળા વર્ગો પર તેની સીધી અસર પડી રહી છે. જેના લીધે દેશમાં સતત અસમાનતા વધી રહી છે.

2025-26ના વર્ષમાં ફાળવણી સામે ન વપરાયેલ નાણાં
વિભાગ ન વપરાયેલ નાણાંની રકમ (કરોડોમાં)
આરોગ્ય 3,686
શિક્ષણ 6,701
સામાજિક કલ્યાણ 9,999
કૃષિ 6,985
ગ્રામ્ય વિકાસ 53,067
શહેરી વિકાસ 39,573
નોર્થ-ઈસ્ટ વિકાસ 1,436
કુલ (ન વપરાયેલ નાણાં) 1,21,447

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *