વૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા…

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા અર્થશાસ્ત્રી અનસ અલહાજીજીએ ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ જલ્દી ખતમ નહીં થાય, તો આગામી મે મહિનાની શરૂૂઆત સુધીમાં વૈશ્વિક અર્થતંત્ર ક્રેશ થઈ શકે છે.

અલહાજીજીના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ એનર્જી રૂૂટ છે, જ્યાંથી દુનિયાના કુલ તેલ વપરાશનો 20% હિસ્સો પસાર થાય છે. ઈરાનના અંકુશ હેઠળના આ માર્ગમાં કોઈપણ પ્રકારનો અવરોધ વૈશ્વિક વેપાર અને ઉર્જા બજાર પર વિનાશક અસર કરી શકે છે. હાલમાં તેની અસર યુરોપમાં જોવા મળી રહી છે, જ્યાં તેલ-ગેસની અછત અને કિંમતોમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે.એનર્જી માર્કેટમાં અત્યારે તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો એશિયન માર્કેટમાં તેલના ભાવ તમામ રેકોર્ડ તોડી શકે છે, જેના કારણે મોંઘવારી અને સપ્લાય ચેઈનમાં મોટો વિક્ષેપ પડી શકે છે.

અર્થશાસ્ત્રીએ અમેરિકાના ’સ્ટ્રેટજિક ઓઈલ રિઝર્વ’ (વ્યૂહાત્મક તેલ ભંડાર) પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો બજારને સ્થિર કરવા માટે વપરાતા અમેરિકાના તેલ ભંડારનું શું થશે? જો ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે દરિયાઈ માર્ગો પ્રભાવિત થશે, તો વૈશ્વિક આર્થિક વિકાસ દર લાંબા સમય સુધી સુસ્ત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબીયામાં પોતાનું વતન ધરાવતા અલહાજીજી દુનિયામાં ઓઇલ એકસપર્ટ અને એનાલિસ્ટ તરીકે જાણીતા અર્થશાસ્ત્રી છે અને વિશ્ર્વભરના ઓઇલ ભંડારો, બજાર અને એના દરો પર તેઓ અવાર નવાર પોતાના વિશ્ર્લેષણો રજુ કરતા રહે છે જેની વિશ્ર્વ સમુદાય સદાય ગંભીર નોંધ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *