મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગની અસર હવે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પર દેખાવા લાગી છે. ખાડી દેશોમાં તણાવના કારણે ઓઈલની સપ્લાઈ ચેન ભાંગી પડી છે, જેનાથી બાંગ્લાદેશમાં ઈંધણનું ભારે સંકટ ઊભું થયું છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે સરકારને ઓઈલના વેચાણ માટે રાશનિંગ લાગુ કરવી પડી છે. ઢાકાના રોડ પર પેટ્રોલ પંપ બહાર લાંબી લાઈનો લાગેલી છે અને લોકો ડરના માર્યા પેટ્રોલ-ડીઝલ સ્ટોક કરવા લાગ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટથી થનારી સપ્લાઈ રોકવાથી તેલની કિંમતોમાં ભડકો થવાથી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ઓઈલ સપ્લાઈને લઈ અફવાઓ અને જમાખોરી રોકવા માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશને કડક નિયમ લાગુ કરી દીધા છે. હવે સામાન્ય લોકો પોતાની મરજીથી ઈંધણ ખરીદી શકશે નહીં. જેમાં મોટરસાયકલને દિવસમાં ખાલી 2 લીટર પેટ્રોલ અથવા ઓક્ટેન પ્રાઇવેટ કારમાં વધુમાં વધુ 10 લીટર, બસ અને ટ્રક- તેના માટે પણ 70થી 220 લીટર સુધીની મર્યાદા નક્કી થઈ, દરેક પેટ્રોલ પંપ પર રસીદ આપવી ફરજિયાત છે અને પાછલી ખરીદીની રસીદ દેખાડ્યા વિના પેટ્રોલ-ડીઝલ નહીં મળે.
ખાલી પેટ્રોલ-ડીઝલ જ નહીં, બાંગ્લાદેશમાં ગેસનો પણ ભારે અછત પડ્યો છે. કતરે જંગના કારણે એલએનજીની ડિલિવરી રોકી દીધી છે. તેની સીધી અસર ખેતી પર પડી છે. કેમ કે સરકારને કેટલાય કારખાના બંધ કરવા પડ્યા છે. વીજળી અને ગેસની રાશનિંગ સામાન્ય લોકોના જીવન પર માઠી અસર પાડી રહી છે.
બાંગ્લાદેશ પોતાની જરૂૂરિયાતનું 95 ટકા ઈંધણ આયાત કરે છે. અધિકારીઓનું કહેવું છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ હજુ વધશે તો બાંગ્લાદેશને ખૂબ જ ઊંચી કિંમતે ઓઈલ ખરીદવું પડશે. જેનાથી દેશમાં મોંઘવારીનો મોટો વિસ્ફોટ થઈ શકે છે. હાલ સરકાર લોકોને અપીલ કરી રહી છે કે ગભરાશો નહીં અને ઓઈલની જમાખોરી ન કરો.
