ઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલી

મુંબઇ અને પુણે મહાપાલિકાઓના પરિણામો દર્શાવે છે કે પરિવારની તાકાતના જોરે શાસન મળતું નથી મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ચુકયા છે. દેશની સૌથી…

મુંબઇ અને પુણે મહાપાલિકાઓના પરિણામો દર્શાવે છે કે પરિવારની તાકાતના જોરે શાસન મળતું નથી

મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ચુકયા છે. દેશની સૌથી વધુ ધનીક મુંબઇ મહાપાલિકામાં છેલ્લા 30 વર્ષથી યથાવત શિવસેના-ઠાકરે પરિવારનો દબદબો ખતમ થઇ ચૂકયો છે.

પરિણામોનું વિશ્ર્લેષણ દર્શાવે છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થયા હોવા છતાં સતા બચાવી શયા નથી. મુંબઇ મહાપાલિકાની 227 બેઠકોમાંથી 208નું ચિત્ર સાફ થયું છે એ જોતાં ભાજપ-ગઠબંધનને 118 (ભાજપ 90, શિવસેના 28) એ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. એ સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેના 64 અને રાજ ઠાકરેની મનસેને માત્ર પાંચ બેઠક મળી છે. ગઠબંધનમાં સામેલ શરદ પવારની એનસીપીને 1 બેઠક મળી છે. આ રીતે તેમને માત્ર 70 બેઠકો મળી છે.મરાઠા મતદારોને મરાઠી માનુસ અને હિંદી વિરોધમાં એક કરવાનો પ્રયાસ બુમરેંગ સાબીત થયો છે. અલબત મરાઠી મતદારોમાં ગઠબંધને નોંધપાત્ર દેખાવ કર્યો છે. તો ઉતર અને દક્ષિણ ભારતીયોમાં ઠાકરે બંધુઓના પ્રાંતવાદ-ભાષાવાદ બુમરેંગ સાબીત થયો છે.

આવું જ પુણેમાં બન્યું છે. ભાજપના વધતા પ્રભાવને રોકવા વિધાનસભાની ચુંટણીમાં અલગ પડેલા અજિત પવારની એનસીપી અને શરદ પવારની એનસીપી એક થઇ હતી. પણ પુણેની 165 બેઠકોમાંથી 122 બેઠકોના વલણ દર્શાવે છે કે ભાજપને 90 અને તેની સામે ટકકર લેનારી શિવસેનાને 2 બેઠક મળી છે. જયારે એનસીપી (અજીત પવાર)ને 20 અને પવારના પક્ષને એક પણ બેઠક મળી નથી. પૂણેમાં કોંગ્રેસ પક્ષ માત્ર 8 બેઠકો મળી છે.

રાજયમાં સતા ભોગવી રહેલી મહાયુતિના ભાગીદારો તરીકે ભાજપ અને શિવસેનાનો દેખાવ મુંબઇમાં જોરદાર રહ્યો છે, પણ શિંદેની શિવસેના જયાં અલગ પડી તે નાસિક, થાણે સહીતની મહાપાલિકાઓમાં તે પોતાના મોટા સાથી સામે પડકાર ઉભો કરી શકી નથી. વિધાનસભાની ચુંટણી પછી વિખેરાયેલા મહાવિકાસ અઘાડી મહાપાલિકાઓની ચુંટણીમાં એક બની લડી ન શકી તેનું પરિણામ તેને ભોગવવું પડયું છે.

મુંબઇ મહાપાલિકા
કુલ બેઠકો 228/ (પરિણામો/રૂઝાન-209)
ભાજપ 90
શિવસેના 28
શિવસેના યુબીટી 63
એનસીપી-એસપી 01
કોંગ્રેસ 12
મનસે 06

પુણે મહાપાલિકા
કુલ બેઠકો 165/ (પરિણામો/રૂઝાન-122)
પક્ષ બેઠકો
ભાજપ 90
શિવસેના 02
શિવસેના યુબીટી 02
એનસીપી 20
એનસીપી-એસપી 00
કોંગ્રેસ 08

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *