ગુજરાતના શહેરોમાં એક વખત હોસ્પિટલમાં દાખલનો ખર્ચ 51 હજાર!

રાષ્ટ્રીય સરેરાશ કરતા રાજ્યમાં વધુ ખર્ચ, PM-JAY અને અમૃતમ જેવી યોજનાઓ પર વધુ મદાર હોસ્પિટલમાં દાખલ થવું જ ચિંતાનો વિષય છે, પરંતુ બિલ જોઈને તો…

રાષ્ટ્રીય સરેરાશ કરતા રાજ્યમાં વધુ ખર્ચ, PM-JAY અને અમૃતમ જેવી યોજનાઓ પર વધુ મદાર

હોસ્પિટલમાં દાખલ થવું જ ચિંતાનો વિષય છે, પરંતુ બિલ જોઈને તો વધુ ચિંતા થાય છે. ગુજરાતના લોકો માટે આ વાત વધુ સાચી પુરવાર થઈ છે. કેન્દ્રીય આંકડા મંત્રાલયના તાજેતરના ‘હાઉસહોલ્ડ સોશિયલ ક્ધઝમ્પ્શન: હેલ્થ’ રિપોર્ટ અનુસાર ગુજરાત હોસ્પિટલમાં એક દાખલાના સરેરાશ ખર્ચમાં દેશમાં પાંચમા સ્થાને છે.

શહેરી વિસ્તારોમાં એક હોસ્પિટલ સ્ટેનો સરેરાશ ખર્ચ રૂૂ. 51,742 છે, જે રાષ્ટ્રીય સરેરાશ રૂૂ. 46,774 કરતાં વધુ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ ખર્ચ રૂૂ. 25,877 છે. બંનેને મળીને રાજ્યનો સરેરાશ ખર્ચ રૂૂ. 38,607 થાય છે. રિપોર્ટ મુજબ ઝારખંડ સૌથી વધુ (રૂૂ. 59,455) છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ (રૂૂ. 56,537), મહારાષ્ટ્ર (રૂૂ. 55,697) અને આસામ (રૂૂ. 51,825) છે. રિપોર્ટમાં જણાવાયું છે કે દર્દીઓએ સરેરાશ 83% ખર્ચ પોતાની જેબમાંથી કરવો પડે છે. નોન-મેડિકલ ખર્ચ લગભગ રૂૂ. 2,300 (શહેરી અને ગ્રામીણ બંને) છે. આ અભ્યાસમાં ગુજરાતના 6,000થી વધુ ઘરોના 30,300થી અધિક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ડો. વિરેન શાહે જણાવ્યું કે, રાજ્યમાં ખાનગી વીમાનું કવરેજ ખૂબ જ ઓછું છે. મુખ્ય આધાર સરકારી યોજનાઓ જેમ કે PM-JAY અને મુખ્યમંત્રી અમૃતમ યોજના પર છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓને વધુ ખર્ચ થાય છે. અપરિયોજિત પ્રક્રિયાઓમાં મધ્યમ અને નાની હોસ્પિટલોમાં આઉટ-ઓફ-પોકેટ ખર્ચ વધુ હોય છે.

રિપોર્ટ અનુસાર છેલ્લા 365 દિવસમાં ગુજરાતમાં 1000માંથી 29 વ્યક્તિઓની હોસ્પિટલમાં દાખલાત નોંધાઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ જેવું જ છે. શહેરી વિસ્તારોમાં આ આંકડો 32 છે જ્યારે ગ્રામીણમાં 26 છે. પુરુષોમાં 30 અને મહિલાઓમાં 27 પ્રતિ હજારનો દર છે. વય વિશ્ર્લેષણમાં 60 વર્ષથી વધુ વયના 75 પ્રતિ હજાર દર્દીઓ છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે આરોગ્યસેવાઓની કિંમત વધતી જતી હોવાથી સામાન્ય નાગરિકો પરનો આર્થિક બોજ વધી રહ્યો છે. સરકારી યોજનાઓને વધુ અસરકારક બનાવવી અને વીમા કવરેજ વધારવાની જરૂૂર છે.

નાની માછલીને મોટી માછલી ગળે એમ રાજ્યમાં નાની હોસ્પિટલો ટપોટપ વેચાવા માંડી
ગુજરાતના ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં મર્જર્સ અને એક્વિઝિશનની મજબૂત લહેર આવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય શહેરોમાં મોટી હોસ્પિટલ ચેઇન્સ વિસ્તાર માટે નવી હોસ્પિટલ બાંધવાને બદલે અન્ય હોસ્પિટલોમાં મર્જર થઈ રહી છે. તાજેતરના સોદાઓમાં વડોદરાની 300 બેડની ઝાયડસ મલ્ટિસ્પેશિયાલિટી એન્ડ કેન્સર હોસ્પિટલએ જાન્યુઆરીમાં 50 બેડની VINS હોસ્પિટલ હસ્તગત કરી. તે જ રીતે વડોદરા આધારિત ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ એ 22 માર્ચે અમદાવાદની પારેખ હોસ્પિટલને 77 કરોડ રૂૂપિયામાં ખરીદી લીધી, જેનાથી તેની મધ્ય ગુજરાતમાં પકડ મજબૂત થઈ છે. મારેંગો એશિયા હોસ્પિટલ્સએ સુરત અને વડોદરામાં કુલ 400 બેડવાળી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં મોટા હિસ્સાનું સ્વામિત્વ મેળવ્યું છે. આ સાથે મારેંગોની ગુજરાતમાં કુલ ક્ષમતા 1,150 બેડથી વધુ થઈ ગઈ છે. મારેંગોના ફાઉન્ડિંગ મેમ્બર, ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડો. રાજીવ સિંઘલએ કહ્યું, પશ્ચિમ ભારતમાં વિસ્તાર સાથે અમે ગુજરાતમાં સૌથી મોટા પ્લેયર્સમાંના એક બની રહ્યા છીએ. મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ્સએ અમદાવાદની SRG આઈ હોસ્પિટલને પોતાના નેટવર્કમાં સામેલ કરી છે અને આગામી બે વર્ષમાં ગુજરાતમાં 150 કરોડ રૂૂપિયાનું રોકાણ કરવાની યોજના છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. જીએસકે વેલુએ જણાવ્યું કે, ગુજરાત અમારા માટે વ્યૂહાત્મક વિકાસનું બજાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *