રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી અને દ્વારકાધીશજીના આશીર્વાદ મેળવી ગુજરાત રાજ્ય વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરતું રહે તેમજ રાજ્યના તમામ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને પબુભા માણેક, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી યશપાલ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : કુંજન રાડિયા)
મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશજીના દર્શન, પૂજા-અર્ચના કરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ…
