રેતીમાં રમવાનો ચાર્જ 500 રૂપિયા !

  ખોખો, હુતૂતૂતૂ, આંધળો પાટો, થપ્પો, ગિલ્લી દંડા, લંગડી, દોડપકડ, ચોર-પોલીસ, સંતાકૂકડી, બાઈ બાઈ ચાયણી, સાત તાળી, સાતોલિયું, વાઘકૂકરી, ચોપાટ, તલક-છાંયડી, આગગાડી, સાપસીડી, ગેડીદડો અને…

 

ખોખો, હુતૂતૂતૂ, આંધળો પાટો, થપ્પો, ગિલ્લી દંડા, લંગડી, દોડપકડ, ચોર-પોલીસ, સંતાકૂકડી, બાઈ બાઈ ચાયણી, સાત તાળી, સાતોલિયું, વાઘકૂકરી, ચોપાટ, તલક-છાંયડી, આગગાડી, સાપસીડી, ગેડીદડો અને હવે સુધરેલાં ગામોમાં ક્રિકેટ, મારદડી, દોરડી કૂદ, સંગીત ખુરશી, ઢગલાબાજી, સાતઆઠ જેવી અનેક રમતો જે ગરીબ-તવંગરના કોઈપણ ભેદભાવ વગર રમી શકાય છે અને જેમાં કપડાં મેલાં થાય અને હાથપગ ધૂળ ધૂળ થયા હોય ત્યારે ઘરે ઠપકો પણ સાંભળવો પડે છે એ રમતોનો મબલખ ખજાનો એટલે બાળપણ. અમદાવાદનાં નેકસસ મોલમાં એક કલાક રેતી રમવાના પ00 રૂ. લઇને બાળકોને રમવા દેવામા આવે છે. અગાઉની પેઢી મફતમા રેતીમા રમીને મોટી થઇ હવે રેતીમા રમવાનો પણ ચાર્જ ચૂકવવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *