કપાસિયા તેલનો ભાવ પણ 2385એ પહોંચ્યો
સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે અને સિંગતેલમાં ડબ્બે રૂૂ. 30 નો વધારો નોંધાયો છે, રૂૂ.30 ના વધારા સાથે ડબ્બાનો ભાવ રૂૂ 2900ને પાર પહોંચ્યો છે.
30 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂૂ. 180નો વધારો થયો છે અને સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે, કપાસિયા તેલામાં રૂૂ.15ના વધારા સાથે રૂૂ.2385 થયો છે. લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂૂ.20નો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂૂ.2660 થી વધીને રૂૂ. 2680 થયો હતો. ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે.
