પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાં

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મે મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરના તબક્કા દરમિયાન ₹529 કરોડથી વધુ રકમ ખર્ચી હતી. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પક્ષના…

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મે મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરના તબક્કા દરમિયાન ₹529 કરોડથી વધુ રકમ ખર્ચી હતી. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પક્ષના ખર્ચના અહેવાલ મુજબ, આ રકમનો અડધાથી વધુ હિસ્સો માત્ર પશ્ચિમ બંગાળમાં જ ખર્ચવામાં આવ્યો હતો.

આસામ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન, ભાજપની કેન્દ્રીય કચેરીએ કુલ ₹529.38 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી ₹286 કરોડ પશ્ચિમ બંગાળમાં ખર્ચાયા હતા.

ચૂંટણી બાદ, ભાજપ પાસે કુલ ₹7,689.06 કરોડની બેંક સિલક અને રોકડ અનામત હતી. ચૂંટણીના સમયગાળા દરમિયાન પક્ષને અંદાજે ₹1,494 કરોડ મળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં, ભાજપે સામાન્ય ચૂંટણી પ્રચાર પાછળ ₹217.16 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે ઉમેદવારો સંબંધિત ખર્ચ માટે ₹69.83 કરોડ ખર્ચાયા હતા; આ આંકડામાં ઉમેદવારોને સીધા આપવામાં આવેલા ₹58.80 કરોડનો પણ સમાવેશ થાય છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો, ભાજપે આસામમાં ₹96.26 કરોડ, કેરળમાં ₹82.67 કરોડ, તમિલનાડુમાં ₹51.56 કરોડ અને પુડુચેરીમાં ₹11.89 કરોડ ખર્ચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 207 બેઠકો મેળવીને જંગી જીત હાંસલ કરી હતી. તેની સામે, મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) માત્ર 80 બેઠકો જીતી શકી હતી. કોંગ્રેસે બે બેઠકો, આમ જનતા ઉન્નયન પાર્ટીએ બે, ઈઙઈં(ખ) એ એક અને અઈંજઋ એ એક બેઠક મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *