માફી માગી હોવા છતાં મોદીને ગાળો દેનારી કિશોરીને રેપની ધમકી

નીટ પેપર લીક અંગે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દોનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરનાર નોઈડાની 15 વર્ષીય સગીરને માફી…

નીટ પેપર લીક અંગે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દોનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરનાર નોઈડાની 15 વર્ષીય સગીરને માફી માંગવા છતાં ધમકીઓ મળી રહી છે. અહેવાલો અનુસાર, તેણી અને તેની માતાને હજુ પણ બળાત્કાર અને મૃત્યુની ધમકીઓ મળી રહી છે, અને પરિવારને છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત તેમનું રહેઠાણ બદલવાની ફરજ પડી છે. અહેવાલ મુજબ, સગીરના વકીલ અનિલ કુમારે જણાવ્યું કે તેમને તાજેતરમાં ત્રણ વખત સ્થળાંતર કરવું પડ્યું છે. વકીલે સોશિયલ મીડિયા પર સગીર વિશે ફરતા સમાચારો અંગે પણ ઘણા મુખ્ય ખુલાસા કર્યા.

અનિલ કુમારે જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે છોકરી ફક્ત 14 વર્ષની હતી અને 1 ઓગસ્ટના રોજ તે 15 વર્ષની થઈ ગઈ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તે હાલમાં દિલ્હીની ઓપન સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા ધોરણ 10 માં અભ્યાસ કરી રહી છે. વકીલે સોશિયલ મીડિયાના અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સગીર 25 વર્ષીય સલૂન વર્કર હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેના નામ ’રુચિકા’ હોવાના દાવાઓ સંપૂર્ણપણે બનાવટી છે.

અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારી છોકરીએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રાષ્ટ્રની માફી માંગતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *