એક શિક્ષિકા તરીકે ડો.નીલાવતી મેઘાણી હિન્દી, ઇંગ્લીશ, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી પાંચ પાંચ ભાષાના જાણકાર હોવા છતાં પ્રકાશનના કામ માટે શીખ્યા બિઝનેસની ભાષા
બુક પબ્લિકેશનના ક્ષેત્રે અત્યારે આંગળીના ટેરવે ગણાય તેટલી મહિલાઓ છે ત્યારે ડો.નીલાવતી મેઘાણીએ હિન્દી અને અન્ય ભાષાઓમાં કરી છે નોંધપાત્ર કામગીરી
“પુસ્તકની ખરીદી માટે અમે બજેટની કોઈ મર્યાદા રાખતા નથી. જ્યાં જઈએ ત્યાંથી મનગમતું પુસ્તક ખરીદી લઈએ. અમારા ઘરમાં એક રૂૂમ પુસ્તક માટે અલાયદો રાખીએ છીએ,ત્યાં જઈને પુસ્તકો વાંચીએ છીએ,પબ્લિકેશનનું કામ કરીએ છીએ. રોજ રાત્રે સૂતા પહેલા અમે પતિ પત્નીએ વાંચવાનો નિયમ બનાવ્યો છે.ક્યારેક તેઓ વાંચે અને હું સાંભળુ તો ક્યારેક હું વાંચુ અને તેઓ સાંભળે છે. આજે અમે જે કંઈ છીએ તે પુસ્તકના કારણે જ છીએ તેથી ક્યારેય પણ પુસ્તકની વાત આવે તો દિમાગ કરતા દિલથી કામ લઈએ છીએ.” આ શબ્દો છે મૂળ ચેન્નઈના અને હાલ રાજકોટ ખાતે સંસ્કૃતિ પ્રકાશનની જવાબદારી સંભાળતા ડો.નીલાવતી મેઘાણીના. બુક પબ્લિકેશનના ક્ષેત્રે આજે આંગળીના ટેરવે ગણાય તેટલી મહિલાઓ છે ત્યારે ડો.નિલાવતી મેઘાણીએ હિન્દી ભાષા સહિત અન્ય ભાષામાં નોંધપાત્ર કામગીરી કરી છે.એક સમયે આકાશવાણી ચેન્નઈમાં એનાઉન્સર રહી ચુક્યા છે. બે દાયકા સુધી ચેન્નાઈની સ્કૂલમાં ટીચર તરીકે પણ જવાબદારી નિભાવી છે.તેમના પતિ ઉદયભાઈ મેઘાણી અકાશવાણી ચેન્નઈમાં હિન્દી ઉદ્દઘોષક હતા તેમની ટ્રાન્સફર થતા છેલ્લા ત્રણ વર્ષથી બંને રાજકોટમાં કાર્યરત છે.
તેઓ મૂળ કર્ણાટકના છે અને અભ્યાસ તામિલનાડુમાં કર્યો, હિન્દી ભાષા કાર્યક્ષેત્ર છે, લગ્ન ગુજરાતી સાથે થયા છે તેથી તેઓ પોતાને ભારતીય સમજે છે. અભ્યાસમાં બીએ,ઈંગ્લીશ લિટરેચર સાથે એમ.એ.,એમ.ફિલ, પીજી ડિપ્લોમા ઇન હિન્દી ટ્રાન્સલેશન, અને પીએચડી બધું જ હિન્દીમાં કર્યું છે. માતૃભાષા હિન્દી ન હોવા છતાં કેરિયરમાં હિન્દી ભાષાનો પ્રભાવ રહ્યો તેનું શ્રેય તેઓ માતા,પતિ અને ગુરુને આપે છે. પ્રકાશન એ ફેમિલી બિઝનેસ છે. 2006માં સંસ્કૃતિ પબ્લિકેશન તેમના પતિ ઉદયભાઇ મેઘાણીએ શરૂૂ કર્યું. એક સમયે લાઇબ્રેરીમાં કામ ચલાઉ જોબ કરતી વખતે પર્યાવરણની એક નાનકડી પુસ્તિકા તેઓના હાથમાં આવી.
આ પુસ્તિકાએ તેમનું નોલેજ વધારવામાં તેમજ આકાશવાણીમાં એનાઉન્સર તરીકેના ઇન્ટરવ્યૂમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો.એ દિવસથી તેમણે નક્કી કર્યું કે એક નાનકડી પુસ્તિકાથી મારું જીવન બદલાયું તો લોકો પણ પુસ્તક વાંચી પોતાના જીવન જરૂૂર બદલી શકે. આ કામમાં પરિવારના સભ્યો પણ જોડાયા. એક સારા હેતુથી શરૂૂ થયેલ આ મિશન કોરોના સમયે મુશ્કેલીમાં મુકાયું. નુકસાની ભોગવવી પડી.એ સમય યાદ કરતા નીલાવતી મેઘાણી જણાવે છે કે એ સમયે પબ્લિકેશનનું કામ બંધ કરવું પડે તેમ હતું.પૈસા માટે એ કામ શરૂૂ નહોતું કર્યું તો પૈસા માટે બંધ કેમ કરાય? એમ વિચારી એક નિર્ણય લીધો.ટીચિંગ મારુ પેશન હતું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભણાવીશ એવો વિચાર હતો પરંતુ કોરોના બાદ પબ્લિકેશનના કામમાં ઓટ આવી ત્યારે થયું કે આ પણ એક સરસ્વતીની જ સાધના છે અને અનેક જવાબદારી શિરે હોવા છતાં શિક્ષિકા તરીકેની નોકરી છોડી સંસ્કૃતિમાં કામ શરૂૂ કર્યું.કામ ધાર્યા કરતાં ઘણું અઘરું હતું.
માર્કેટિંગનો અનુભવ મારા સ્વભાવ વિરુદ્ધ અને અલગ હતો.મારી માતૃભાષા કન્નડ, હિન્દી ઈંગ્લીશમાં અભ્યાસ કર્યો, તેલુગુનું પણ જ્ઞાન હતું આમ પાંચ પાંચ ભાષા જાણવા છતાં પબ્લિકેશન માટે બિઝનેસની ભાષા શીખવી પડી. આ માટે બિઝનેસ કોચ પાસે બિઝનેસ ટ્રેનિંગ લીધી. કસ્ટમરને ક્ધવીન્સ કઈ રીતે કરવા, વાતચીત કરવાની રીત, પાર્સલ કરવું,કુરિયર કરવું ,લોકો સાથે કઈ રીતે વર્તન કરવુ બધું જ શીખ્યું. લોકોને મળવા જવાનું થાય ત્યારે ક્યાંક કોઈ રાહ જોતા બેસાડતા, ક્યાંક અપમાનિત થવું પડતું તો ક્યાંક અવગણના થતી છતાં આ બધું સરસ્વતીની સેવા ખાતર સ્વીકારી લીધું.ધીમે ધીમે નુકસાનીમાં ચાલતા બિઝનેસનની ગાડી પાટા પર આવી.
પુસ્તકોમાં માર્જિન ઓછું મળે છે, ખર્ચ થાય, ભાડું, સ્ટાફની સેલેરી, ઇલેક્ટ્રિક બિલ જેવા પરચુરણ ખર્ચ પછી કંઈ બચે તો ઘરે લઈ જવામાં આવે પણ એવું ઓછું બનતું.ઘણી વખત પોતાના પૈસા પણ ઉમેરવા પડતા.આવા અનેક ચડાવ-ઉતાર આવવા છતાં પુસ્તક પ્રકાશિત કરવાનો આનંદ તેઓ અનુભવે છે. થોડા મહિનાઓ બાદ પતિ સેવા નિવૃત્ત થશે ત્યારે બંને એકબીજાના સંગાથે વધુ ઉત્સાહ અને જોશ સાથે આ જવાબદારીને ન્યાય આપશે આ જ તેમનું સ્વપ્ન છે અને આજ તેમના જીવનનું ધ્યેય. તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ
આ છે સંસ્કૃતિ પબ્લિકેશનની ખાસિયત
દર વર્ષે દિલ્હી પુસ્તક મેળામાં હાજરી આપતા ડો.નીલાવતી મેઘાણીના જણાવ્યા મુજબ અમે ફક્ત બુક પબ્લિશ નથી કરતા પરંતુ લેખકનો હેતુ જાણીને પછી યોગ્ય હોય એ રીતે પુસ્તક માટે સૂચન કરીએ છીએ. રાજભાષા દ્વારા સારી ક્વોલિટીના પુસ્તકમાં અમારા બે પુસ્તક પસંદ પામ્યા છે.અલગ અલગ ભાષામાં પુસ્તકો પબ્લિશ થયા છે. કોઈ પ્રસંગમાં ગિફ્ટ આપવા માટેની ગિફ્ટિંગ બુક્સ પણ છે.બજેટ પ્રમાણે તેઓ પુસ્તકની પસંદગી કરી આપે છે. કોઈ વિશેષ પુસ્તક હોય તો તેઓ યોગ્ય જગ્યાએ પ્રમોટ પણ કરે છે.
પુસ્તક માટે પણ એક બજેટ રાખો
નીલાવતી બહેન જણાવે છે કે અત્યારના સમયમાં હરવા-ફરવામાં કે ફિલ્મ જોવા પૈસા ખર્ચાય છે તેનો કોઈ હિસાબ નથી તો આવા શોખની જેમ પુસ્તક વાંચવાનો પણ શોખ રાખો, પુસ્તકો ખરીદો અને નવી પેઢી માટે પુસ્તકો સાચવો. એક્સ્ટ્રા રીડિંગની ટેવ ન હોવાના કારણે જ અત્યારના વિદ્યાર્થીઓને ભણવાનું બોરિંગ લાગે છે. ઘરખર્ચના બજેટમાંથી પુસ્તક માટે પણ બજેટ ફાળવો.પુસ્તકનું વાંચન તમને જીવનમાં ક્યારેય પાછા પડવા નહીં દે.
