મેઘાણીનગર પ્લેન ક્રેશના નુકસાન પેટે ટાટા એરલાઈન્સ 53.12 કરોડ ચૂકવશે

પ્લેન ક્રેશ વખતે ‘અતુલ્યમ 1થી 4’ બ્લોક, કેન્ટીન, સબ-સ્ટેશન બિલ્ડિંગને નુકસાન થયું હતું મેઘાણીનગર વિસ્તારમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાના વળતર અને સિવિલ હોસ્પિટલના તબીબો…

પ્લેન ક્રેશ વખતે ‘અતુલ્યમ 1થી 4’ બ્લોક, કેન્ટીન, સબ-સ્ટેશન બિલ્ડિંગને નુકસાન થયું હતું

મેઘાણીનગર વિસ્તારમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાના વળતર અને સિવિલ હોસ્પિટલના તબીબો માટેની નવી આધુનિક સુવિધાઓ અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે, 12 જૂન 2025ના રોજ થયેલા પ્લેન ક્રેશમાં સિવિલ હોસ્પિટલ (અસારવા) નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આવેલા ‘અતુલ્યમ 1 થી 4’ બ્લોક, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું.

આ નુકસાનીના વળતર પેટે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી માગણીનો સકારાત્મક પ્રતિસાદ આપીને ટાટા એરલાઈન્સ પૂરેપૂરી રૂૂ. 53.12 કરોડની રકમ ચૂકવવા સંમત થઈ છે.વિમાન દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. ત્યારબાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિંગ્સ રહેવા માટે અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નવીન હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂૂપે ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે અંદાજિત રૂૂ. 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. હોસ્ટેલ, કેન્ટીન બ્લોક અને નવું સબ-સ્ટેશન બનાવવામાં આવશે.

નવી ‘અતુલ્યમ’ હોસ્ટેલ તબીબી ક્ષેત્રે સુપર સ્પેશિયાલિટીની નવી 48 બેઠકોના વધારાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષના કુલ 144 વિદ્યાર્થી સહિત કુલ 236 સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. ડોક્ટર્સ રહી શકે તેવું આયોજન કરાયું છે. નવીન આયોજિત ‘અતુલ્યમ 1 થી 7’ પી.જી. હોસ્ટેલ જી+8 (ગ્રાઉન્ડ પ્લસ 8 માળ)ના માળખા સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં પ્રત્યેક ફ્લેટને સ્ટુડિયો એપાર્ટમેન્ટ શૈલીમાં તૈયાર કરાશે, જેમાં એટેચ કિચન સાથે એક લિવિંગ રૂૂમ, એક બેડરૂૂમ અને ટોયલેટની સુવિધા હશે.આ ઉપરાંત કેમ્પસમાં ફાયર ફાઈટીંગ સિસ્ટમ, આર.ઓ. પ્લાન્ટ, ડ્રેનેજ વ્યવસ્થા, પાર્કિંગ માટે બેઝમેન્ટ, અપરિણીત વિદ્યાર્થીઓ માટે નિવાસસ્થાન, મેસ, જીમ, રિક્રીએશન રૂૂમ અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે. નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં રૂૂ. 51.84 કરોડની સામે રૂૂ. 34.65 કરોડની બજેટ જોગવાઈ પણ મંજૂર કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *