માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. જેમાં રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5600 કરોડ, આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડ, અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹1633 કરોડ, ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹774 કરોડ, ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹500 કરોડ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹312 કરોડ, વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે 150 કરોડ, વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે 138 કરોડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે 400 કરોડ, મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે 40 કરોડ, વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે 32 કરોડ, GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹25 કરોડ, સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે 20 કરોડ, સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે 14 કરોડ, ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે 10 કરોડ, રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
