SGSTમાં સિન્ડિકેટ વેરવિખેર : એકસાથે 62 જેટલા A.C.-D.C.ની બદલી

ગુજરાતમાં જીએસટી તંત્રમાં મોટાપાયે સાફસુફી શરૂ કરાઇ છે. થોડા દિવસ પહેલા જીએસટીની મોબાઇલ સ્કવોડમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ સહિત રાજયના 300થી વધુ ઇન્સ્પેકટરોની બદલી બાદ…

ગુજરાતમાં જીએસટી તંત્રમાં મોટાપાયે સાફસુફી શરૂ કરાઇ છે. થોડા દિવસ પહેલા જીએસટીની મોબાઇલ સ્કવોડમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ સહિત રાજયના 300થી વધુ ઇન્સ્પેકટરોની બદલી બાદ ગઇકાલે ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર દરજ્જાના 62 જેટલા અધિકારીઓની બદલી કરી સિન્ડિકેટ વિખી નાખી છે.

જો કે, આમછતા અમુક ભારે રાજકિય વર્ગ ધરાવતા અધિકારીઓ હજુ પોતાની જગ્યાએ ચીપ્કી રહેવામાં સફળ રહ્યાની ચર્ચાએ જોર પકડયુ છે.

સ્ટેટ જીએસટીમાં અનેક અધિકારીઓની બદલીઓના ઓર્ડર થયા છે, જેસી, ડીસી અને એસીની બદલીઓ થઇ છે. ગત જુલાઇ માસમાં ડીસી અને એસી લેવલના અધિકારીઓને પ્રમોશન અપાયા હતા અને કેટલાકને મનગમતું પોસ્ટિંગ મળી ગયું હતુ, પરંતુ હવે તે અધિકારીઓની પણ બદલીઓ કરી નાખવામાં આવી છે, કેટલાકને સાઇડ લાઇન કરાયા છે. સાથે જ વેરા ભવનમા તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. મહત્વના અન્વેષણ વિભાગમાં બિન અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપાઇ હોવાની બાબત ચર્ચાસ્પદ બની છે.

આ વખતે અન્વેષણ જેવા મહત્વના વિભાગમાં બિન અનુભવી અધિકારીઓને મુકી દેવામાં આવ્યાં હોવાની વેરા ભવનમાં જ ચર્ચા થઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે અનુભવી અધિકારીઓને સાઇડ લાઇન કરીને તેમને અન્ય જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગમાં ઘણા સમયથી એક સિન્ડીકેટ ચાલતી હતી, જે મોબાઇલ સ્કવોર્ડને ક્ધટ્રોલ કરતી હતી અને સરકારી તિજોરીને કરોડો રૂૂપિયાનું નુકસાન કરાવતી હતી. અગાઉ કેટલાક અધિકારીઓ સામે પીએમઓ સુધી ભ્રષ્ટાચારની ફરિયાદો પણ થઇ હતી, આ મામલે પણ સરકારે નોંધ લીધી હોવાનું આ બદલીઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

સ્ટેટ જીએસટી કમિશનર રાજીવ ટોપનોએ ચાર્જ સંભાળ્યાં બાદ બોગસ બિલિંગના માફિયાઓ અને રોડ પર ટેક્સ ચોરી કરનારાઓ સામે તવાઇ બોલાવી હતી. ખાસ કરીને પાન-મસાલા, સળિયા, જીરુ, તમાકું સહિતની કોમોડિટીમાં કરોડો રૂૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડી છે, ટેક્સ ચોરી કરનારાઓના ગોરખધંધા બંધ કરાવી દીધા છે, જેનાથી કેટલાક અધિકારીઓની દુકાનો પણ બંધ થઇ ગઇ છે, રાજીવ ટોપનોની કામગીરીથી સરકારી તિજોરીમાં કરોડો રૂૂપિયાની આવક થઇ છે, છેલ્લા થોડા જ દિવસોમાં કરોડો રૂૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડીને રિકવરી કરવામાં આવી છે, જો કે આ વખતની બદલીઓમાં મહત્વની વાત એ છે કે જૂની સિન્ડિકેટને સાઇડ લાઇન કરીને મોટા ફેરફાર કરાયા છે અને વધુમાં વધુ ટેક્સ ચોરી પકડીને બોગસ બિલિંગ અને બિલ વગરની ગાડીઓ પકડી પાડવા એક નવી જ રણનીતિ તૈયાર કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *