શંકાશીલ પ્રેમીએ ગર્લફ્રેન્ડની ક્રૂર હત્યા કરી લાશ સાથે રાતભર સંબંધ બાંધ્યો

મધ્યપ્રદેશની ભયાનક ઘટના, વર્ણન કરતા મહિલા ઇન્સ્પેકટર રડી પડ્યા મધ્ય પ્રદેશના મિની મુંબઈ ગણાતા ઈન્દોરમાં એક MBA વિદ્યાર્થિનીની જઘન્ય અને બર્બર હત્યાએ દરેકને સ્તબ્ધ કરી…

મધ્યપ્રદેશની ભયાનક ઘટના, વર્ણન કરતા મહિલા ઇન્સ્પેકટર રડી પડ્યા

મધ્ય પ્રદેશના મિની મુંબઈ ગણાતા ઈન્દોરમાં એક MBA વિદ્યાર્થિનીની જઘન્ય અને બર્બર હત્યાએ દરેકને સ્તબ્ધ કરી દીધા છે. આરોપી બોયફ્રેન્ડ પીયૂષ ધામનોતિયાએ ન માત્ર તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવી અને ચપ્પુ મારીને હત્યા કરી, પરંતુ તેની લાશ સાથે અત્યંત અમાનવીય કૃત્યો પણ કર્યા હતા. ધરપકડ બાદ મીડિયા સામે આરોપીના ચહેરા પર પસ્તાવાની એક પણ લકીર જોવા મળી નહોતી. પોલીસના કહેવા પ્રમાણે ગર્લફ્રેન્ડની લાશ સાથે અપરાધી પ્રેમીએ સંબંધ પણ બાંધ્યો હતો.

પીયૂષ સાથે કોલેજમાં ભણતી યુવતી 10 ફેબ્રુઆરીથી લાપતા હતી. 11 ફેબ્રુઆરીએ પિતાએ પંઢરીનાથ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 4 દિવસ પછી દ્વારકાપુરીના એક ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પોલીસે નગ્ન અવસ્થામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપીએ યુવતીનું ગળું દબાવ્યું, ચપ્પુના ઘા માર્યા, હાથ-પગ બાંધ્યા અને ઓળખ છુપાવવા માટે મોઢામાં પ્લાસ્ટિક ઠાંસી દીધું હતું. હત્યા બાદ આરોપી મહારાષ્ટ્રના પનવેલ ભાગી ગયો હતો. ત્યાં એક હોટલમાં તેણે યુવતીના આત્માને બોલાવવા માટે તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પીયૂષને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડ ડેટિંગ એપ દ્વારા અન્ય કોઈ છોકરા સાથે વાત કરે છે. આ ઉપરાંત લગ્નને લઈને બંને પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલા મહિલા સબ ઇન્સ્પેક્ટર સોનિયા સિંહે ભાવુક થતા જણાવ્યું કે, તેમણે તેમની 8 વર્ષની નોકરીમાં આટલી પીડાદાયક અને ભયાનક સ્થિતિ ક્યારેય જોઈ નથી. મૃતદેહની હાલત જોઈને પોલીસ અધિકારીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

આરોપી પીયૂષ હત્યા બાદ મૃતક યુવતીનો મોબાઈલ પોતે જ વાપરતો હતો. તે પિતાને છેતરવા માટે વોટ્સએપ પર જૂના ફોટા અને વીડિયો મોકલતો રહ્યો અને કોલેજના ગ્રુપમાં પણ પોસ્ટ મૂકતો હતો. આ ટેકનિકલ કડીઓના આધારે જ પોલીસ મુંબઈ સુધી પહોંચી શકી હતી. પોલીસ જ્યારે આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ પીયૂષના ચહેરા પર કોઈ અફસોસ નહોતો. મીડિયાના સવાલો પર તે અકડાઈને બોલ્યો- છોડો હવે, જે થવાનું હતું તે થઈ ગયું, હવે જાણીને શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *