ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ભાજપ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ દ્વારા પક્ષ વિરોધી…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ભાજપ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામ બદલ કેસરીસિંહ સોલંકી સસ્પેન્ડ કરાયા હતા.

જે બાદ તેઓ હાલ ભારે જનસમર્થકો સાથે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના હસ્તે પંજાનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસમાં જોડાતા જ તેઓએ ભાજપને આડે હાથ હેવાનું શરૂૂ કરી દીધું છે. ત્યારે હાલ આ સમાચાર સામે આવતા ભારે રાજકીય ચર્ચાઓ શરૂૂ થઈ છે.

કેસરીસિંહ સોલંકી ગુજરાતના ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2014ની પેટાચૂંટણી અને ત્યારબાદ 2017ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી વિજેતા થયા હતા. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેમણે બળવો કર્યો હતો અને ત્યારબાદ તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભારે જનસમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના અમિત ચાવડાએ તેઓનું ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું છે. કોંગ્રેસમાં જોડાયા કેસરીસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ પહેલું નિવેદન આપતા કહ્યું હતું કે, આજથી છ મહિના પહેલા અમૂલ ડેરી ચૂંટણીમાં હું જાહેર બોલતો હતો, જે બાદ હવે ભાજપ નેતાઓ ખુલ્લેઆમ કહ્યું કે, અમે પૈસા કમાયા. તાજેતરમાં અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર ભાજપ નેતા વિપુલ પટેલે જાહેરમાં કહ્યું કે, “છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂૂપિયા બનાવ્યા છે.” તે મામલે કેસરીસિંહ સોલંકીએ નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ કહ્યું હતું કે, ભાજપ પોલીસ મદદથી લોકોમાં ડર ઉભો કરી હોવાના આરોપો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *