ગુજરાતમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક

રાજ્યભરમાં મધરાત્રે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન, 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત એકલા અમદાવાદમાં 291 શકમંદમાંથી 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટી, તમામને ડીપોર્ટ કરવા સરકારની તૈયારી ગુજરાતમાં…

રાજ્યભરમાં મધરાત્રે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન, 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

એકલા અમદાવાદમાં 291 શકમંદમાંથી 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટી, તમામને ડીપોર્ટ કરવા સરકારની તૈયારી

ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક કરી મોડી પોલીસ દ્વારા રાતે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત ગુજરાતભરમાં આ ઓપરેશન આખી રાત સુધી ચાલ્યું હતું. કાર્યવાહી દરમિયાન રાજકોટ સહીત ગુજરાતભરમાં 800 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. તમામના દસ્તાવેજોની ચકાસણી શરૂૂ કરવામાં આવી હતી જેમાં તપાસમાં રાજકોટમાં 31 અને અમદાવાદમાં 131 બાંગ્લાદેશીની પુછપરછ કરવામાં આવતા રાજકોટ માંથી પાંચ મહિલા શંકાસ્પદ પ્રવુતિ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોર સામે પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોએ રાજકોટ,અમદાવાદ,બરોડા અને સુરત સહિતનાના અલગ-અલગ શહેરોના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. અટકાયત કરાયેલા લોકોની ઓળખ અને તેઓ દેશમાં કઈ રીતે પ્રવેશ્યા હતા તે અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમના પાસે રહેલા દસ્તાવેજો તેમજ નિવાસ સંબંધિત વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

રાજકોટ પોલીસે કુલ 200 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી આ અટકાત કરાયેલા તમામ લોકોના આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી 31 જેટલા શંકાસ્પદ મળી આવ્યા હતા ઉપરાંત આ 31 માંથી પાંચ મહિલાની હિલચાલ અને તે શંકાસ્પદ પ્રવુતિ કરતી હોવાની વાત જાણવા મળતા એસઓજી દ્વારા આ પાંચેય મહિલાની વિશેષ પુછપરછ કરી તેના કોલ ડીટેઇલ ઉપર તપાસ કેન્દ્રિત કરવામ આવી છે. પોલીસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે તેઓ કાયદેસર રીતે દેશમાં રહે છે કે નહીં અને તેમની પાસે ઉપલબ્ધ દસ્તાવેજો સાચા છે કે નહીં. મળતી માહિતી મુજબ, રાજકોટના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા કેટલાક લોકો અંગે પોલીસને શંકા હતી. જેના આધારે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત ના અલગ અલગ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત મોટું અને સપાટો બોલાવતું ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. મોડી રાત્રે શરૂૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં કાયદા અમલીકરણ એજન્સીઓને એક બહુ મોટી સફળતા મળી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે કુલ 800 થી વધુ શકમંદ લોકોની અટકાયત કરવામાં આવી હતી આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ અને દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી બાદ કેટલાક મૂળ બાંગ્લાદેશી નાગરિક હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે બાકીના અન્ય શંકાસ્પદ રોકાણને લઈને હાલમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસનો દોર ચાલી રહ્યો છે. ગુજરાતમાં કોઈ મોટી અસામાજિક કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ન થાય અને ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોને શોધી શકાય તે માટે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ અચાનક શરૂૂ કરાયેલા આ ઓપરેશનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ સ્તરનો મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુખ્ય ગઢ ગણાતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અચાનક આવી પહોંચેલી પોલીસ વેનને જોઈને આ વિસ્તારોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

ઓપરેશન દરમિયાન ઝડપાયેલા તમામ શકમંદ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પોલીસ વાહનો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ શકમંદો અને જેમના બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે તેવા નાગરિકોને એસઓજીની કસ્ટડીમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે. એસઓજીની વિશેષ ટીમો દ્વારા આ લોકોના ભારતમાં રહેવા માટેના તમામ કાયદેસરના પુરાવા અને ઓળખપત્રોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકો પાસે મળી આવેલા વિવિધ સરકારી દસ્તાવેજો જેવા કે રેશનકાર્ડ, વોટર આઈડી કે અન્ય ઓળખના પુરાવાઓ સાચા છે કે કોઈ એજન્ટ મારફતે નકલી બનાવવામાં આવ્યા છે, તેની ઝીણવટભરી તપાસ કાયદાકીય એજન્સીઓ દ્વારા હાથ ધરાઈ રહી છે.

જે 131 લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે, તેમની સામે ફોરેનર્સ એક્ટ (ઋજ્ઞયિશલક્ષયતિ અભિ)ં અને ઇમિગ્રેશન કાયદા હેઠળ કડક ગુનો નોંધીને જેલભેગા કરવાની અને આગળ જતાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને ડીપોર્ટ (દેશનિકાલ) કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

પરંતુ, પોલીસ માટે અત્યારે સૌથી મોટો પડકાર બાકીના 160 લોકો છે, જેમની પૂછપરછ ચાલુ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પકડાયેલા ઘણા લોકો વર્ષોથી અહીં મજૂરી કે અન્ય નાના-મોટા કામ ધંધાના બહાને સ્થાનિક લોકો સાથે ભળીને રહેતા હતા. આ ઓપરેશન દ્વારા માત્ર ઘૂસણખોરો જ નહીં, પરંતુ તેમને ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડનારા, નકલી ઓળખપત્રો બનાવી આપનારા અને આશ્રય આપનારા સ્થાનિક એજન્ટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આગામી દિવસોમાં આ મામલે સિટી પોલીસ દ્વારા મોટી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી શકે છે.

અમિત શાહના હુંકારના 5મા દિવસે બાંગ્લાદેશી પર પોલીસ તૂટી પડી
ગુજરાતભરમાં મિડનાઇટ સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહના હુંકારના 5માં દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને બહાર કાઢવાનું શરુ કરવમાં આવ્યું હતું. 28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહના હુંકારના 5માં દિવસે જ ગુજરાત પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 800 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. પોલીસ હાલમાં દરેક વ્યક્તિની ઓળખ, રહેઠાણ, રોજગાર અને દેશમાં પ્રવેશ અંગેની વિગતો એકત્રિત કરી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *