બોલિવૂડ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ

સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે સુરતની અદાલતે બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડક વલણ દાખવી વોરંટ ઇશ્યુ કર્યું…

સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે સુરતની અદાલતે બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડક વલણ દાખવી વોરંટ ઇશ્યુ કર્યું છે. અગાઉ કોર્ટે સમન્સ પાઠવ્યા બાદ અને નિયમાનુસાર વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા બજવણી કરી હોવા છતાં તેઓ અદાલત સમક્ષ હાજર રહ્યા નહોતા. કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટના આદેશની સતત અવગણના કરવા બદલ નામદાર ટ્રાયલ કોર્ટે આ આકરો હુકમ કર્યો છે, જેના કારણે હવે ફિલ્મ નિર્માતાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ કેસની વિગત મુજબ ગત વર્ષે અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સમાજ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યું હતું, જે અંગે તેમણે જાહેરમાં માફી પણ માંગી નહોતી.

જેથી, તેમની સામે સુરત કોર્ટમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુનો નોંધી સમન્સ જારી કર્યા છતાં તેઓ હાજર ન થતાં કોર્ટના આદેશ મુજબ 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ન્યૂઝપેપરમાં સમન્સની બજવણી કરવામાં આવી હતી તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર ન રહેતાં નામદાર કોર્ટે તેમની વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કરી આગામી સુનાવણી 24 ડિસેમ્બરના રોજ નિયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *