યુપીઆઇ ચાર્જને પડકારતી અરજીની સુનાવણીમાં સ્ટે આપવા ઇનકાર કરવા સાથે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે એક સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવા કહ્યું છે, જેમાં વ્યક્તિઓ દ્વારા વેપારીઓને ₹2,000થી વધુની રકમના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો પર ચાર્જ લાદવાના નિર્ણયનો આધાર સ્પષ્ટ કરવામાં આવે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી ખંડપીઠ એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનની સુનાવણી કરી રહી હતી.
શરૂૂઆતમાં, કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એન. વેંકટરામને રજૂઆત કરી હતી કે આ ચાર્જ 15 ઓક્ટોબરથી જ અમલમાં આવશે. તેમણે કહ્યું કે 96% વ્યવહારો પર આ ચાર્જ લાગુ પડશે નહીં અને આવશ્યક સેવાઓ માટે ચાર્જની મર્યાદા ₹5 નક્કી કરવામાં આવી છે. ASG એ કહ્યું, “આ ન તો ટેક્સ (કર) છે કે ન તો ફી.”
મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે કહ્યું, “અમને આ તથ્યો સોગંદનામા પર જોઈએ છે. આ એક તકનીકી મુદ્દો છે.” ન્યાયાધીશ બાગચીએ પૂછ્યું, “શું તે ટેક્સ છે કે ફી? જો ફી ન હોય, તો આ વસૂલાત કરવાનો વહીવટી આધાર શું છે? તેમાં કઈ સેવા પૂરી પાડવામાં આવે છે?” ASG એ સ્પષ્ટ કર્યું કે, “આ કોઈ વસૂલાત નથી.” તેમણે ઉમેર્યું કે ભારત સરકાર આ ચાર્જમાંથી એક રૂૂપિયો પણ લેતી નથી અને તે પેમેન્ટ એગ્રીગેટર્સ તથા બેંકો વચ્ચેની સેટલમેન્ટ ફી છે.
ત્યારબાદ ન્યાયાધીશ બાગચીએ આવકવેરા અધિનિયમની કલમ 269જઞનો ઉલ્લેખ કર્યો, જે નિર્ધારિત ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક પેમેન્ટની સુવિધા પૂરી પાડવાનું ફરજિયાત બનાવે છે. “કલમ 269 હેઠળ જો ટ્રાન્સફર (હસ્તાંતરણ)ની મંજૂરી હોય… અને જો તે ટ્રાન્સફરને મંજૂરી આપે છે, જેનાથી એક કરદાતા પાસેથી બીજા કરદાતા પાસે રોકડ જાય છે… તો તે રકમની પ્રાપ્તિનું સ્વરૂૂપ શું ગણાય? UPIમાં તે કોને મળે છે?…: આપણે વ્યાપ/કવરેજની વાત નથી કરી રહ્યા. આપણે કાયદાકીય જવાબદારી કે અસર (legal incidence)ની વાત કરી રહ્યા છીએ. આ કાયદાકીય જવાબદારીનો સ્ત્રોત શું છે?” તેવું જસ્ટિસ બાગચીએ જાણવાનો પ્રયાસ કર્યો.
