ટીનેજર્સ વચ્ચે સંમતીથી બંધાતા સંબંધોમાં કઠોર કાયદાથી રાહત આપવી જરૂરી
સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઇરાદાનું પ્રતીક છે. જો કે અનેક કિસ્સામાં તેનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. કોર્ટે કહ્યું કે, આ કાયદાને ખાસ કરીને તેવા કિસ્સામાં ખૂબ જ દુરુપયોગ થઇ રહ્યો છે જ્યાં કિશોરો (ટીનેજર્સ) વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોય, પરંતુ પરિવારનો વિરોધ હોય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચાર કરવા માટે જણાવ્યું છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવા અંગે પણ વિચાર કરવા માટે જણાવ્યું છે, જેથી વાસ્તવિક ટીનેજર્સ પાર્ટનર્સને બિનજરૂૂરી ગુનાઇત કાર્યવાહીથી બચાવી શકાય.
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન.કોટેશ્વર સિંહની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદા અંગે વ્યાપક નિર્દેશોને રદ્દ કરતા કેન્દ્ર સરકારને રોમિયો-જુલિએટ ક્લોઝ નો સમાવેશ કરવા માટેની ભલામણ કરી છે. આ ક્લોઝ તરૂૂણોને પ્રેમ બાદ સહમતિથી બંધાયેલા સંબંધો બાદ પોક્સોમાં ફસાતા અટકાવવામાં મદદ કરશે. કાયદાકીય કઠોરતાથી બચાવશે. જ્યાં બન્ને પક્ષો સંમતીથી સંબંધોમાં હોય અને ઉંમરનું ખુબ જ સામાન્ય અંતર હોય.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુરુદ્ધ મામલે આવી છે. આ કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે POCSO નાં એક કિસ્સામાં આરોપીના જામીન આપતા સમગ્ર રાજ્યમાં લાગુ થનારા કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેમાં ઉલ્લેખ હતો કે, ઙઘઈજઘ ના કેસની શરૂૂઆતમાં પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવે અને કોર્ટ શાળા અથવા જન્મતારીખના દાખલા અંગે શંકા જતા જ જામીન ફગાવી દેવામાં આવે.
બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્લાહાબાદ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી કરતા સમયે પોતાના અધિકાર ક્ષેત્રથી આગળ વધીને નિર્દેશો આપ્યા હતા. આ અંગે સ્પષ્ટતા કરતા કોર્ટે જણાવ્યું કે, જામીન માટે સુનાવણીમાં કોર્ટ માત્ર આરોપીઓની મુક્તિ કે જેલવાસ અંગે જ નિર્ણય કરી શકે છે. ન તપાસ પ્રક્રિયામાં ફેરફાર અથવા સામાન્ય નિર્દેશ બહાર પાડી શકે નહીં. આ બંધારણીય અને કાનૂની શક્તિઓનું અયોગ્ય મિશ્રણ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, જામીન દરમિયાન કોર્ટ મિની ટ્રાયલ કરી શકે નહીં, ન તો વિવાદિત તથ્યો જેવા કે ઉંમર અંગે અંતિમ ચુકાદો આપી શકે છે. સાથે જ સંસદ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને દરકિનાર કરીને કોઈ નવો બેન્ચમાર્ક પણ નિર્ધારિત કરવાથી બચવું જોઈએ.
જો કે હાઇકોર્ટના નિર્દેશોને ફગાવવાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે એક ખુબ જ મોટા સામાજિક અને કાયદાકીય સંકટ તરફ પણ નિર્દેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, પોક્સો કાયદાનો ઉદ્દેશ્ય બાળકોના શારીરિક શોષણ અને ઉત્પીડનથી બચાવવાનો છે, જો કે અનેક કિસ્સામાં તેનો ઉપયોગ તે પરિવારો દ્વારા કરાઈ રહ્યો છે. કોર્ટે ટાંક્યું કે, પોક્સો કાયદો બાળકોના સંરક્ષણ માટે બનાવાયેલો એક અત્યંત પવિત્ર કાયદો છે. જો કે જ્યારે આ પ્રકારના સારા ઉદ્દેશ વાળા કાયદાનો ઘણી વખત બદલો લેવા માટે અને અંગત દુશ્મનાવટ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
