પીડીલાઈટ કંપનીના અધિકારીનો પોલીસ સાથે ગોડાઉનમાં દરોડો, 3612 નંગ ડુપ્લીકેટ ફેવીક્વિકનો જથ્થો કબજે
ગોંડલમાંથી ડુપ્લીકેટ ફેવિકવિક બનાવી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જે મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. ગોંડલના ઉદ્યોગનગરમાં આવેલ કોસ્મેટિક આઈટમો રિટેલ તથા હોલસેલમાં વેપાર કરતી એચપી ટ્રેડ નામની કંપનીના ગોડાઉનમાં પડીલાઈટ કંપનીના અધિકારીએ પોલીસને સાથે રાખી દરોડો પાડી આ અંગે કોપી રાઈટ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો મુજબ ગોંડલમાં ઉદ્યોગનગરમાં આવેલ સાબુ, કોસ્મેટિક આઈટમો રિટેલ તથા હોલસેલમાં વેપાર કરતી એચપી ટ્રેડ નામની કંપનીમાં ડુપ્લીકેટ ફેવિકવિકનું વેચાણ થતું હોવાની કંપનીના અધિકારી અમદાવાદમાં પાલડી વિસ્તારમાં નારાયણનગરમાં રહેતા પીડીલાઈટ નામની કંપનીમાં નોકરી કરતા ભુષણ મહેન્દ્રભાઈ દાનીને મળેલી માહિતીને આધારે પોલીસને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા 3,612 નંગ ડુપ્લીકેટ ફેવિકવિકનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે ગોડાઉનના માલિક ગોંડલમાં જીવરાજ પાર્ક નંબર 1 ગુંદાળા ચોકડી પાસે રહેતા વેપારી પ્રશાંત ઉર્ફે પીન્ટુ રમેશ કણસાગરા (ઉ.વ 37) સામે ફરિયાદ નોંધાવી હતી.
પીડીલાઈટ કંપનીમાં વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિકવિક પ્રોડક્ટનું કોઈ ડુપ્લીકેટ કરી બજારમાં વેચાણ કરે તો કોપીરાઇટ એકટ મુજબ કાર્યવાહી કરવા પાવર ઓફ એટર્ની આપી છે. ગોંડલમાં ક્રિષ્ના વે-બ્રિજ સામે મંગળેશ્વર આઈસ્ક્રીમવાળી શેરી ઉદ્યોગનગરમાં આવેલા એચ.પી. ટ્રેડસમાં પીડીલાઈટ લિમિટેડ કંપનીના ડુપ્લીકેટ વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિકવિક પ્રોડક્ટનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળતા જીલ્લા પોલીસ વડા અને ગોંડલ બી ડિવિઝન ખાતે અરજી આપ્યા બાદ પોલીસને સાથે રાખી ગોંડલમાં ઉદ્યોગનગરમાં આવેલ એચ.પી ટ્રેડ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ કરતા ગોડાઉન માંથી પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની ફેવીક્વીક નંગ 3612 મળી આવી હતી. કુલ રૂૂ.18 હજાર ની કિંમતની 3612 નંગ ડુપ્લીકેટ માલ પોલીસે કબજે કરી વેપારી પ્રશાંત ઉર્ફે પીન્ટુ કણસાગરા સામે કોપીરાઇટ એકટના કાયદાની કલમોનો ભંગ કર્યા અંગેનો ગુનો પીડીલાઈટ નામની કંપનીમાં નોકરી કરતા ભુષણ મહેન્દ્રભાઈ દાનીને જણાવ્યું કે, વેપારી પ્રશાંત ઉર્ફે પીન્ટુ ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રભરના તેમની ફેવિકવિક પ્રોડક્ટનો ડુપ્લીકેટ માલ સપ્લાય કરતો હતો.જેમાં રાજકોટ,શાપર, જુનાગઢ સહિતના સ્થળોએ તે આ ડુપ્લીકેટ માલનો જથ્થો ઓર્ડર મુજબ સપ્લાય કરતો હોવાનું માલુમ પડ્યું છે.
