સંતોષીનગરમાં પુરવઠા ખાતું ત્રાટકયું, 208 ગેસ સિલિન્ડર-બે વાહનો કબજે

જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ, બાતમીના આધારે મામલતદાર (પૂર્વ), રાજકોટ શહેર તથા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષકોની ટીમ દ્વારા રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ખાતે અમૃત…

જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ, બાતમીના આધારે મામલતદાર (પૂર્વ), રાજકોટ શહેર તથા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષકોની ટીમ દ્વારા રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ખાતે અમૃત પ્લસ પાર્ટી પ્લોટની સામે આવેલા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ગેસ સિલિન્ડરના સંગ્રહ માટે જરૂૂરી એક્સપ્લોઝિવ લાઇસન્સ તથા ફાયર સેફ્ટી એન.ઓ.સી. રજૂ કરવામાં આવ્યા ન હતા. ગોડાઉનમાં ગેસ રિફિલિંગ માટે વપરાતા પાઇપ અને વાલ્વ જેવા સાધનો મળી આવ્યા હતા. સિલિન્ડરના સ્ટોક અને વિતરણ સંબંધિત રજિસ્ટર તથા ખરીદીના બિલો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. સ્થળ પર આગ સામે સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનું પણ જણાયું હતું.

આ ગેરરીતિઓને પગલે ભરેલા તથા ખાલી મળીને કુલ 208 ગેસ સિલિન્ડર, જેની અંદાજિત કિંમત રૂૂ. 3,13,440, તથા રૂૂ. 1,60,000ની અંદાજિત કિંમતનાં બે વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આમ, કુલ રૂૂ. 4,73,440નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955, ગેસ સિલિન્ડર રૂૂલ્સ, 2016 તથા પ્રવાહી પેટ્રોલિયમ ગેસ (પુરવઠા અને વિતરણનું નિયમન) હુકમ, 2000ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *