સૌથી લાંબો સમય સ્પેસવોક, 1000 દિવસ અવકાશમાં રહેનારી પ્રથમ મહિલા બની
આજે વહેલી સવારે સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશ યાત્રિઓ પૃથ્વી પર પરત ફર્યા હતાં સાથે જ ભારતીય મુળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના નામે એન રેકોર્ડોની વણઝાર સર્જાઈ છે તે સૌથી લાંબો સમય સ્પેશવોક કરવા વાળી મહિલા તેમજ 1000 દિવસ અવકાસમાં રહેનારી પ્રથમ મહિલા બની છે. આ ઉપરાંત તે ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં સૌથી વધુ સમય રહેનારી બીજી મહિલા બની છે.
સુનિતા વિલિયમ્સ અત્યાર સુધીમાં ત્રણ વખત અવકાશ મિશન પર ગઈ છે. આમાં 2006, 2013 અને 2024 ના અવકાશ મિશનનો સમાવેશ થાય છે. જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ જાફભય જફિંશિંજ્ઞક્ષ) પર કુલ 608 કલાક વિતાવ્યા છે. નાસાના કોઈપણ અવકાશયાત્રી દ્વારા અવકાશમાં વિતાવેલો આ બીજો સૌથી લાંબો સમય છે. અમેરિકન અવકાશયાત્રીઓમાં ફક્ત પેગી વ્હિટમોર જ તેમનાથી આગળ છે જેમણે ઈંજજ પર 675 દિવસ વિતાવ્યા છે.
જો આપણે દુનિયભરના અવકાશયાત્રીઓની વાત કરીએ તો રશિયન અવકાશયાત્રીઓ તેમાં સૌથી આગળ છે. સૌથી વધુ અંતરીક્ષમાં વિતાવેલ દિવસોનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કોના નામે છે. જેમણે ગયા વર્ષે જૂનમાં 33 મહિના એટલે કે 1000 દિવસ અવકાશમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અને આ સાથે તેણે રશિયન અવકાશયાત્રી અને સાથી ગેન્નાડી પડલ્કાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. સુનિતા વિલિયમ્સે આ વખતે ઈંજજ પર સૌથી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. સુનિતાએ એક સાથે 286 દિવસ અવકાશમાં રહીને નાસાના રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. અમેરિકન અવકાશયાત્રીઓ વિશે વાત કરીએ તો ફ્રેન્ક રુબિયો હજુ પણ એકસાથે સૌથી વધુ દિવસો ઈંજજ પર રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તો તે સિવાય માર્ક વાન્ડે હેઈએ અત્યાર સુધીમાં ઈંજજ પર 355 દિવસ વિતાવ્યા છે.
ત્યારબાદ સ્કોટ કેલી મહિલા અવકાશયાત્રીઓ ક્રિસ્ટીના કોશ અને પેગી વ્હિટસનનો ક્રમ આવે છે. સુનિતા વિલિયમ્સે એક જ પ્રવાસમાં ઈંજજ પર સૌથી વધુ દિવસો વિતાવનારા અવકાશયાત્રીઓમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. જોકે આ વખતે તેણે અવકાશયાત્રી એન્ડ્રુ મોર્ગનનો 272 દિવસનો રેકોર્ડ તોડ્યો.
59 વર્ષીય સુનિતા વિલિયમ્સે 62 કલાક અને 9 મિનિટ સુધી સ્પેસવોક કર્યું હતું જે કોઈપણ મહિલા અવકાશયાત્રી દ્વારા કરવામાં આવેલા સાપેસવોકનો સૌથી લાંબો સમય છે. આ નવા મિશનમાં તેમણે 16 અને 30 જાન્યુઆરીના રોજ બે મહત્વપૂર્ણ સ્પેસવોક કર્યા જેમાંથી એક 5 કલાક 26 મિનિટ અને બીજો 6 કલાક ચાલ્યો. એટલું જ નહીં તેમના મિશન દરમિયાન તેમને ઈંજજ ના કમાન્ડર પણ બનાવવામાં આવ્યા હતા. જે કોઈપણ અવકાશયાત્રી માટે એક મોટી જવાબદારી છે. એટલું જ નહીં સુનિતા વિલિયમ્સે અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવોકમાં ભાગ લીધો છે જે પેગી વ્હિટ્સનના 10 સ્પેસવોક કરતા ઓછો છે. જોકે સમયગાળામાં સુનિતાનો રેકોર્ડ પેગીથી આગળ છે.
નાસાના જણાવ્યા અનુસાર સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે 150 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો પર 900 કલાકથી વધુ સંશોધન કર્યું. આ સમય દરમિયાન તેમણે ઈંજજ પર ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો.