વડાપ્રધાન પદ ગુમાવ્યા બાદ સુનકની ભારતીય પિચ પર સટાસટી

ભારતીય મુળના બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સનક ક્રિકેટનો ખુબ શોખ ધરાવે છે. હાલ ઋષિ સનક ભારતના પ્રવાસે છે પોતાના શોખને અનુલક્ષીને યુકેના પૂર્વ પીએમ ઋષિ…

ભારતીય મુળના બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સનક ક્રિકેટનો ખુબ શોખ ધરાવે છે. હાલ ઋષિ સનક ભારતના પ્રવાસે છે પોતાના શોખને અનુલક્ષીને યુકેના પૂર્વ પીએમ ઋષિ સુનકે મુંબઈના પારસી જીમખાનામાં ટેનિસ બોલ ક્રિકેટની મજા માણી હતી.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાને ટેનીસ બોલ ક્રિકેટમાં ભારે ફટકાબાજી કરી હતી આ સાથે જ તેની સાથે ક્રિકેટ રમતા યુવાઓમા પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે ચોગ્ગા-છગ્ગા ફટકારતા લોકોએ વધાવ્યા હતાં.

સાંજે ઋષિ સુનક ભારતીય ટીમના ખેલાડી અને કપ્તાન સૂર્યકુમાર યાદવ સાથે મુલાકાત કરી હતી.બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને ઈંગ્લેન્ડની પાંચમી ટી20 મેચમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે મેચ અગાઉ કપ્તાન સૂર્યકુમાર યાદવ સાથે મુલાકાત પણ કરી હતી. તેઓ બંને ટીમના કપ્તાન સાથે વાતચીત કરતાં નજરે પડ્યા હતા. તેમણે મુકેશ અંબાણી અને આકાશ અંબાણી સાથે મેચ નિહાળી હતી. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ તેમની ક્રિકેટ રમતી શેર કરી છે.

જેમાં તેઓ હાથમાં બેટ લઈને ક્રિકેટ રમતાં જોવા મળે છે. તેમણે સોશિયમ મીડિયા પર જણાવ્યું કે ટેનિસ બોલ ક્રિકેટથી રમ્યા વિના મુંબઈની કોઈ મુસાફરી પૂર્ણ માનવામાં નથી આવતી.પારસી જિમખાના ક્લબના સ્થાપના સમારોહમાં તમારી સૌની વચ્ચે હોવાનો આનંદ છે. આટલો મોટો ઇતિહાસ અને ઘણી બધી રોમાંચક ચીજોનોનો સાક્ષી બન્યો છું. આજે સવારે હું વધારે આઉટ નથી થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *