અચાનક મોટો કડાકો..ચાંદી ₹24000 સસ્તી થઈ, સોનામાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

  બે દિવસના ઉછાળા બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટી કડાકો બોલાયો છે. આજે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ખુલતા જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં…

 

બે દિવસના ઉછાળા બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટી કડાકો બોલાયો છે. આજે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ખુલતા જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો. MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા ભાવ ₹2,44,654 પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ચાંદી 9% જેટલી તૂટી પડતા બજારમાં ભારે હલચલ ગઈ છે.

સોનાના ભાવમાં પણ ગઇકાલની સરખામણીએ ફેરફાર જોવા મળ્યો છે.સોનાના ભાવમાં પણ અચાનક ₹4,500 થી વધુનો ઘટાડો થયો, જેના કારણે તે સસ્તું થયું.જોકે આજે સોનું 148455ના નીચલા સ્તરને સ્પર્શી આવ્યું હતું. જે અંદાજે 4થી 5 હજારનો કડાકો દર્શાવે છે.

સોના-ચાંદીમાં આવેલા ભાવ ઘટાડા પાછળ વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો જવાબદાર હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *