44 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી પોતાની સુંદરતાથી ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. જ્યારે પણ તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ તસવીર પોસ્ટ કરે છે, તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. ત્યારે હાલમાં શ્વેતા તિવારીની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે તેના કરતા 8 વર્ષ નાના અભિનેતા સાથે લગ્ન કર્યા છે.
શ્વેતા તિવારીના માંગમાં સિંદૂર, ગળામાં વરમાળા અને મરૂૂન રંગની સાડીમાં તેના કરતા આઠ વર્ષ નાના અભિનેતા સાથે લગ્નની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને યૂઝર્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. શું અભિનેત્રીએ ખરેખર ત્રીજી વખત લગ્ન કર્યા છે.
બંનેના લગ્નના લાંબા સમય બાદ હવે શ્વેતા તિવારીના ત્રીજા લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તેની સાથે બીજું કોઈ નથી પરંતુ મધુરિમા તુલીનો એક્સ બોયફ્રેન્ડ અને બિગ બોસ 13માં જોવા મળેલા વિશાલ આદિત્ય સિંહ છે. વિશાલ પણ કુર્તા-પાયજામા સાથે મરૂૂન કલરના જેકેટમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં બંનેના ગળામાં માળા છે, જ્યારે બીજી તસવીરમાં શ્વેતા તિવારી લગ્નની નોંધણી પર સહી કરી રહી છે.
જોકે, ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા બંનેનો આ ફોટો સંપૂર્ણપણે નકલી છે અને તેમનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો છે. આજકાલ, ડીપફેક વિડીયો અને સેલિબ્રિટીઓના નકલી ફોટા વાયરલ થઈ રહ્યા છે. હવે તેનો લેટેસ્ટ શિકાર શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ બન્યા છે.
