ગુજરાતમાં તાપમાનમાં અચાનક ઘટાડો, સોમવારથી માવઠાની મોકાણ

સવારથી વાતાવરણમાં પલટો, સર્વત્ર તાપમાન 40 ડિગ્રી નીચે જતાં ગરમીમાં રાહત ગુજરાતમાં આકરી ગરમી બાદ છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.8 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં લોકોને…

સવારથી વાતાવરણમાં પલટો, સર્વત્ર તાપમાન 40 ડિગ્રી નીચે જતાં ગરમીમાં રાહત

ગુજરાતમાં આકરી ગરમી બાદ છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.8 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં લોકોને ગરમીમાં રાહત મળી છે. જ્યારે આગામી તા.16ને સોમવારથી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
આજે સવારથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આકાશમાં છુટાછવાયા વાદળા ગોરંભાયા હોવાથી સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે સરકી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.8 ડિગ્રી નોંધાયું હતું. જે 1.9 ડિગ્રીનો ઘટાડો દર્શાવે છે.

આજ રીતે અમરેલી, ભાવનગર, ભુજ, દાહોદ, ડિસા, ગાંધીનગર, કંડલા વિગેરે સ્થળોએ તાપમાન 39 ડિગ્રી નીચે આવી ગયું છે. જો કે, આજથી સૌરાષ્ટ્રમાં વાદળા દેખાતા અને સોમવારથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી આવતા ખેડૂતોમાં ચિંતા જન્મી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *