એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ: નૌકાદળની સિદ્ધિ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ઈંઝછ) પરથી તેના પ્રકારની પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલ (NASM-SR)નું…

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ઈંઝછ) પરથી તેના પ્રકારની પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલ (NASM-SR)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે, મંગળવારે કરવામાં આવેલા પરીક્ષણમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌકાદળના ‘સી કિંગ હેલિકોપ્ટર’ પરથી એક મિસાઇલ છોડવામાં આવી હતી, જેણે સમુદ્રની અંદર તેના લક્ષ્ય નાના જહાજને સચોટ રીતે હિટ કર્યું હતું અને તેની ક્ષમતાનું સચોટ પ્રદર્શન કર્યું હતું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મિસાઇલના સફળ પરીક્ષણ બદલ DRDO અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષણ દરમિયાન ભારતીય નૌકાદળના સીકિંગ હેલિકોપ્ટરથી છોડવામાં આવેલી મિસાઇલે લક્ષ્યો સામે ચોક્કસ ચોકસાઈ સાથે તેની ક્ષમતા દર્શાવી. નિવેદનમાં જણાવાયું છે કે, આ પરીક્ષણે તેની મહત્તમ રેન્જ પર દરિયાઈ સ્કિમિંગ મોડમાં નાના જહાજના લક્ષ્ય પર સીધો પ્રહાર કર્યો, જે મિસાઈલની મેન-ઇન-ધ-લૂપ સુવિધા સાબિત કરે છે. એટલે કે આ મિસાઇલ સમુદ્રની સપાટીને સ્પર્શતી વખતે આગળ વધવામાં અને તેના લક્ષ્યને હિટ કરવામાં સફળ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *