ભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપતા હોવાથી નબળા કામો થાય છે: મનસુખ વસાવા

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પક્ષના કાર્યક્રમમાં સંગઠન અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા. તેમણે દેડિયાપાડા બેઠક પર અઅઙના ચૈતર વસાવાની જીતમાં ભાજપના જ…

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પક્ષના કાર્યક્રમમાં સંગઠન અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા. તેમણે દેડિયાપાડા બેઠક પર અઅઙના ચૈતર વસાવાની જીતમાં ભાજપના જ સ્થાનિક નેતાઓનો હાથ હોવાનો આક્ષેપ કર્યો. વસાવાએ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા કહ્યું કે, ભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપે છે, જેના કારણે નબળી ગુણવત્તાના કામો થાય છે. તેમણે પક્ષમાં રહી વિરોધ પક્ષને મદદ કરનારાઓને ચેતવણી આપી.

ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં સ્પષ્ટ કર્યું કે, ’ભાજપમાં રહીને વિરોધ પક્ષોને મદદ કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે, જો કોઈને ખોટું લાગતું હોય તો તે પક્ષ છોડી શકે છે. પક્ષમાં રહીને આપવાળા સાથે દોસ્તી રાખશો તો પણ ભવિષ્યમાં ક્યારેય સફળ થવાશે નહીં.તેમણે પક્ષની આંતરિક શિસ્તની સાથે વહીવટી સ્તરે ચાલતા ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી નાખી હતી. સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે, ’સત્તા પર બેઠેલાં ભાજપના કેટલાક આગેવાનો તલાટીઓને હપ્તા આપે છે.

નગર પાલિકામાં ગુણવત્તા વિનાના વિકાસના કામો થઈ રહ્યાં છે. નબળા અને લોલંલોલ કામોને કારણે જ વિપક્ષોને સરકાર સામે અવાજ ઉઠાવવાની અને રાજકીય મુદ્દો બનાવવાની સીધી તક મળી જાય છે. ચેતવણી આપતા મનસુખ વસાવા કહ્યું હતું કે, ’સરકારી કામ ભલે ભાજપના કાર્યકરો રાખે, પરંતુ કામની ક્વોલિટી જાળવવી અનિવાર્ય છે. પક્ષના જ મંચ પરથી સાંસદના આ રાજકીય પ્રહારોને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *