ભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારો

ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય…

ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય જે વાતની દાઝ રાખી ચાર યુવતીઓએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીના ફ્લેટ પર અને ગાડી પર પથ્થર મારી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના મહિલા કોલેજ રોડ પર સિદી ફ્લેટમાં રહેતા સોશિયલ મીડિયા ઈન્ફયુલન્સર નજમાબાનું અલ્તાફભાઈ હબીબાણીએ ઘોઘારોડ પોલીસ મથકમાં સલીના હબીબાણી, ફાતીમા ચૌહાણ, શાહુ પઠાણ, રૂૂકસાર આરબ સામે ફરીયાદ નોધાવી હતી કે, તેઓ સોશિયલ મીડિયામાં વીડિયો, કોમેડી બ્લોગ, બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય જેના તેઓને પૈસા મળતા હોય જેથી યુવતીઓને ગમતી વાત ન હોય જેની દાઝ રાખી તેની સાથે અવાર નવાર માથાકુટ કરી હતી. બાદ ગત તા.15.09.2026ના મોડી રાત્રીના તેના ઘર નિચે આવી તેના ફ્લેટ ઉપર તેમજ તેની એક્સેસ પર પથ્થર ફેંકી નુકસાન પહોંચાડી જાનથી મારી નખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે ચારેય યુવતીઓ સામે ઇગજ એક્ટ 125(2), 324(2), 351(3), 54 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *