અમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયે

US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરતાં સેન્સેક્સમાં 1153, નિફ્ટીમાં 321 અંકનો કડાકો, રૂપિયાએ પહેલીવાર ડોલર સામે અગત્યનું 85નું લેવલ તોડયું ગઇકાલે મોડી રાત્રે અમેરિકાના…

US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરતાં સેન્સેક્સમાં 1153, નિફ્ટીમાં 321 અંકનો કડાકો, રૂપિયાએ પહેલીવાર ડોલર સામે અગત્યનું 85નું લેવલ તોડયું

ગઇકાલે મોડી રાત્રે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરતા આજે સવારે ભારત સહીત એશિયાના મોટા ભાગના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેકસ અને નિફટીમાં મોટા ઘટાડા સાથે રૂપિયો પણ ડોલર સામે પહેલી વખત 85નું લેવલ તોડીને નવા તળીયે પહોંચી ગયો છે.


વિશ્ર્વભરમાં રોકાણકારોના આશાવાદ પ્રમાણે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ફેડરલ રિઝર્વે બુધવારે મોડી રાત્રે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. યુએસ ફેડએ સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ફેડ એ ફેડરલ ફંડ્સ લક્ષ્ય દર શ્રેણીને 0.25% થી ઘટાડીને 4.25% અને 4.5% ની વચ્ચે કરી છે. તે જ સમયે, રિવર્સ રેપો રેટ 4.55% થી ઘટાડીને 4.25% કરવામાં આવ્યો છે, જે 0.30% નો ઘટાડો છે. પરંતુ આ સાથે યુએસ ફેડ દ્વારા આવનારા વર્ષ 2025 માટે વ્યાજદરમાં બે વખત ઘટાડો કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરતા રોકાણકારોએ જોરદાર વેચવાલી ચાલુ કરી દીધી હતી. જેના પરિણામે સેન્સેકસમાં પ્રારંભીક તબક્કે જ 1000 પોઇન્ટ જેટલો અને નિફટીમાં 300થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.


સેન્સેકસ ગઇકાલના 80182ના બંધ સામે આજે 1153 પોઇન્ટ ઘટીને 79029 પર ખુલ્યો હતો અને સતત વેચવાલી ચાલુ રહેતા વધુ 9 પોઇન્ટ ઘટીને 79020 પર ટ્રેડ થયો હતો. નિફટી 24198ના બંધ સામે 321 પોઇન્ટ ઘટીને 23877 પર ખુલી હતી.


આજે સેન્સેકસ અને નિફટીમાં મોટાભાગની સ્ક્રીપ્ટોમાં વેચવાલી જોવા મળી રહી હતી. આ સાથે સતત ત્રણ દિવસનો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો હતો. આ લખાય છે ત્યાં સુધીમાં રોકાણકારોએ છેલ્લા ચાર દિવસમાં લગભગ 13 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.


આજે રૂપિયામાં પણ ડોલર સામે ભારે ધોવાણ થયું હતું.
પ્રારંભીક વ્યાપારમાં રૂપિયો ડોલર સામે 12 પૈસા તુટીને પહેલી વખત 85નું લેવલ તોડી 85.06 પર ટ્રેડ થયો હતો. ગઇકાલે રૂપિયો 84.94ના ઓલટાઇમ લો પર જ બંધ થયો હતો. આજે ફરી વખત નવો લો બનાવતા હજી રૂપિયામાં ડોલર સામે ધોવાણ ચાલુ રહે તેવી રોકાણકારો આશંકા વ્યકત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *