શેરબજાર: સેન્સેકસ 550 અંકનો ઉછાળો, ચાંદીમાં 6500 અને સોનુ 1000નો વધારો

ગઇકાલે શેર બજારમાં 1200 પોઇન્ટના કડાકા બાદ આજે વૈશ્વિક બજારોના પોઝીટીવ સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં પણ 550 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. આજે સવારના સત્રથી…

ગઇકાલે શેર બજારમાં 1200 પોઇન્ટના કડાકા બાદ આજે વૈશ્વિક બજારોના પોઝીટીવ સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં પણ 550 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. આજે સવારના સત્રથી સેન્સેકસ અને નીફટીની સાથે સાથે નીફટી બેંક અને મીડકેપ નીફટીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. જેના પગલે શેરબજારમાં મોટાભાગના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.

સેન્સેકસ 550 પોઇન્ટ વધીને 82807 સુધી પહોંચ્યો હતો જયારે નીફટી પણ 165 પોઇન્ટ વધીને 25595 પર જોવા મળી છે. ગઇકાલે આઇટી કંપનીના શેરોમાં ધોવાણ થયા બાદ આજે તમામ આઇટી કંપનીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે ઓરેકલ ફીન સર્વના શેરમાં રૂા.110નો વધારો જોવા મળ્યો હતો. જયારે ઇન્ફોસીસમાં એચસીએલમાં રૂા.36, ટીસીએસમાં રૂા.65નો વધારો નોંધાયો છે. જયારે વીપ્રો કંપનીના શેર પણ રૂા.5નો વધારો થતા 205 પર પહોંચ્યો છે.

આ ઉપરાંત અદાણી જુથ, રીલાયન્સ તેમજ અન્ય ઓઇલ કંપનીના શેર પણ ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સોના-ચાંદીમાં ગત રાતે ઘટાડા બાદ આજે રીકવરી જોવા મળી હતી. સોનામાં રૂા.1000 વધીને 161000 પર પહોંચ્યો છે. જયારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 164450 પર જોવા મળી રહ્યો છે. ચાંદીમાં આજે રૂા.6500 વધીને વાયદા બજારમાં 267250 પર જોવા મળી રહ્યો છે. જયારે હાજર ભાવ 278000 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5180 ડોલર અને ચાંદી 89.80 ડોલર પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *