ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ મંદીનો ઝોક જોવા મળ્યો હતો. અને આજે અમેરિક પ્રેસિડન્ટે સ્ટીલ તથા એલ્યુમિનિયમ ઉપર 25 ટકા સુધી ટેરિફ લાદવાની કરેલી જાહેરાતના પગલે સેન્સેક્સ 754 અંક સુધી તુટ્યો હતો જ્યારે નિફ્ટી પણ 252 અંક સુધી તુટ્યો હતો.
અમેરિકાએ ટેરિફ લાદવાની કરેલી જાહેરાતના પગલે કેનેડિયન ડોલર અમેરિકન ડોલર સામે 22 વર્ષના તળિયે ગયો છે. જ્યારે ભારતીય રૂપિયાએ પણ ડોલર સામે 87.96નું નવુ તળિયુ બનાવ્યુ હતું. ભારતીય શેરબજારમાં સેન્સેક્સે આજે 77789ના સ્તરે ખુલ્યા બાદ એક તબક્કે 754 અંક તુટી 77,106નો લો બનાવ્યો હતો. જ્યારે નિફ્ટી 23,559ના બંધ બાદ આજે 23,543 અંકના સ્તરે ખુલ્યા બાદ એક તબક્કે 252 અંક તુટીને 23,316ના સ્તર સુધી નીચે ગયો હતો. જો કે, બપોરે સેન્સેક્સ-નિફ્ટીમાં આંશિક રિકવરી જોવા મળી હતી.