શેર બજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 625 અને નિફ્ટીમાં 175 અંકનો વધારો

ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે તેજી સાથે જોવા મળી રહ્યો છે આજે સવારથી જ નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળતા તમામ સેક્ટરમાં…

ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે તેજી સાથે જોવા મળી રહ્યો છે આજે સવારથી જ નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળતા તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.

ગઈકાલે પણ બજાર પોઝિટિવ બંધ આવ્યા બાદ આજે સવારથી જ શેરબજારમાં એક તરફી તેજી જોવા મળી હતી. નિફ્ટી 24 હજારને પાર કર્યા બાદ 180 અંક વધીને 24194 ઉપર જોવા મળી રહી છે. બીજી બાજુ સેન્સેક્સ માં 625 પોઇન્ટની તેજી જોવા મળતા 77000 ની સપાટી કુદાવી હાલ 77512 પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બેંક નિફ્ટી અને મીડ કેપ નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો છે.

બ્રેન્ટ ક્રૂડનો ભાવ હાલ ઘટીને 70.68 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે. જેનો સીધી અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. જ્યારે અમેરિકન ક્રૂડ માર્કેટમાં 68 ડોલરની નીચે પહોંચી ગયું છે. જોકે આજે ભારતનો રૂૂપિયો વધુ નબળો પડતા ડોલરનો ભાવ 95.29 સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *