છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહે છે સેન્સેક્સની તે ઉપરાંત બેન્ક નિફ્ટીના શેરોમાં ભારે ખરીદીના માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ માર્કેટની શરૂૂઆત સ્વસ્થ થઈ હતી પરંતુ ત્યારબાદ ખરીદીને માહોલ બનતા સેન્સેક્સમાં 50 પોઇન્ટ નો ઉછાળો આવ્યો છે સેન્સેક્સની સાથે સાથે નિફ્ટી પણ 150 પોઇન્ટ ઉપર જોવા મળી રહી છે.
સેન્સેક્સમાં 500 પોઇન્ટ વધીને 78485 પર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી પણ વધીને 24355 પર જોવા મળી રહી છે. આજે એફએમસીજી, એનર્જી,મીડિયાના સેક્ટરમાં શેર ખાસ વધ્યા છે. બેંક નિફ્ટી પણ 540 પોઇન્ટ વધીને 56577 અને મિડકેપ નિફ્ટી પણ 775 પોઇન્ટ વધતા 59922 પર પહોંચી છે.
બીજી બાજુ આજે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં પણ આજે લગભગ 3,570 રૂૂપિયાનો વધારો નોંધાતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ 252190 પર જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 2,60,210 જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સોનાનો હાજર ભાવ 156,375 નોંધાયો છે.
