છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, સોનામાં 1000 અને ચાંદીમાં 1500 રૂપિયા તૂટ્યા
આઈ ટી કંપનીમાં ત્રણ ટકાનો મોટો ઘટાડો આવતા તેમજ એચસીએલ અને ઇન્ફોસીસના ધાર્યા કરતા નબળા પરિણામના પગલે શેરબજારમાં આજે પણ જોરદાર વેચવાની જોવા મળી હતી. છેલ્લા બે દિવસ કયા શેર બજારમાં ભારે વેચવાની જોવા મળે છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો હતો.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ ની જાહેરાત પછી પણ હોર્મોઝ સ્ટ્રેઇટ ને લગતા પ્રશ્નોને કારણે શેરબજાર હજુ પણ ગોટે ચઢ્યું છે. હજુ ત્રણ દિવસ પહેલા જ સેન્સેક્સ 79000 ને પાર થઈ ગયો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં જ શેરબજારના લગભગ તમામ સેક્ટરમાં ભારે વેચવાલી ના પગલે શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 2400 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે.
આજે પણ સેન્સેક્સ માં 720 પોઇન્ટ ઘટી જતા સેન્સેક્સ 77000 ની અંદર ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે નીતિ પણ 200 પોઈન્ટ તૂટી જતા 24000 ની સપાટી ની અંદર આવી ગયો છે. આજે નિફ્ટી આઈટીના શેરોમાં ત્રણ ટકા મીડિયાના શેરમાં દોઢ ટકો અને ફાર્માના શહેરમાં એક ટકાનો ઘટાડો નોંધાતા તેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી ઉપર જોવા મળી હતી. ઉપરાંત બેંક નિફ્ટી પણ 350 પણ 375 નીચે જોવા મળી રહી છે.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શેરબજારમાં ભારે વેચવાની જોવા મળતા રોકાણકારોમાં ફરી ફફડાટ બેસી ગયો છે ઇન્વેસ્ટરોના ધોવાણ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જોવા મળ્યું છે. સોના ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી રહે છે ચાંદીમાં આજે પંદરસો રૂૂપિયા અને સોનામાં ₹1,000 નીચે જોવા મળી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ નો ભાવ પણ 106 ડોલર સુધી પહોંચી જતા શેરબજારમાં નેગેટિવ વલણ જોવા મળી રહ્યું છે.
