ડોલરનો ભાવ 91 પર પહોંચતા શેરબજારમાં 450 પોઇન્ટનો કડાકો

માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયો વધુ ગગડતાં ડોલરનો ભાવ 91 પર પહોંચ્યો: સેન્સેકસ, નિફટી, બેંક નિફટી, મીડકેપ નીફટીના શેરો ધોવાયા ડોલરની સામે આજે પણ રૂપીયો…

માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયો વધુ ગગડતાં ડોલરનો ભાવ 91 પર પહોંચ્યો: સેન્સેકસ, નિફટી, બેંક નિફટી, મીડકેપ નીફટીના શેરો ધોવાયા

ડોલરની સામે આજે પણ રૂપીયો નબળો પડતા શેરબજારમાં 400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે ડોલરનો ભાવ 91 રૂા. થઇ જતાં શેર બજારના સેન્ટીમેન્ટ બગડયા હતા અને શરૂઆતથી જ સેન્સેકસ અને નીફટીમાં નેગેટીવ વલણ જોવા મળ્યું હતું.

આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ રૂપીયો રેકોર્ડ બ્રેક નબળો પડતા ડોલરનો ભાવ 91 રૂપીયા થઇ જતા દેશના ઇમ્પોર્ટને ભારે અસર પહોંચી છે. જેને કારણે આજે શેર બજારમાં એક સમયે સેન્સેકસ 490 પોઇન્ટ અને નીફટી 150 પોઇન્ટ તુટયો હતો. આજે શેરબજારમાં 1905 શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. આજે સેન્સેકસ 84807, નીફટી ઘટીને 25993 નીફટી બેંક 400 પોઇન્ટ ઘટીને 59073 પર ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. જયારે મીડકેપ નીફટીમાં 500 પોઇન્ટનો તડાકો બોલી ગયો છે. આજે સરકારે ઇન્સ્યોરન્સ એજન્ટોનું કમીશન ઘટાડવાનો પ્લાન કરી રહી છે તેવા સમાચાર આવતા માર્કેટ સેન્ટીમેન્ટ નબળા પડયા હતા. આજે નીફટી, એફએમસીજી, નીફટી ઓટો મેટલ અને રીયલ્ટી શેરોમાં ફફડાટ સાથે વેચવાલી જોવા મળ હતી.
દરમિયાન સોના ચાંદી માર્કેટમાં સોનું 500 રૂા. અને ચાંદીમાં 1100 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. રાજકોટમાન સોનાનો ભાવ 135900 અને ચાંદીનો 198100નો ભાવ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *