ક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકો

બ્રેન્ટ ક્રૂડ ના ભાવમાં વધારો થતા તેમજ ઈરાન યુદ્ધની ગંભીરતા ની વચ્ચે ભારતીય શેર બજાર આજે 1100 પોઇન્ટ નીચે સરકી ગયું છે. એક બાજુથી ક્રૂડના…

બ્રેન્ટ ક્રૂડ ના ભાવમાં વધારો થતા તેમજ ઈરાન યુદ્ધની ગંભીરતા ની વચ્ચે ભારતીય શેર બજાર આજે 1100 પોઇન્ટ નીચે સરકી ગયું છે. એક બાજુથી ક્રૂડના વધતા ભાવ અને યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ગઈકાલે અમેરિકી માર્કેટમાં મોટો કડાકો બોલી જતા આજે ભારતીય શેર બજારમાં પણ1100 પોઈન્ટ નો કડાકો જોવા મળી રહ્યો છે.

બપોરે ત્રણ વાગે સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટીને 78920 ઉપર જોવા મળી રહ્યો છે. આજે ભારતીય માર્કેટમાં indigo લાર્સન એન્ડ ટુબ્રો ,શભશભશ બફક્ષસ સહિતના દિગ્ગજ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.ઉપરાંત તમામ બેન્કિંગ સ્ટોકમાં પણ ભારે ગભરાટ નું વાતાવરણ હોવાને કારણે બેંક નિફ્ટી પણ 1200 તૂટી ગઈ છે.

એચડીએફસી બેન્ક સહિત તમામ બેંકો રેડ ઝોન મ જોવા મળી રહી છે. આજે શેરબજારના તમામ ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. અદાણી ગ્રુપ તેમજ બજાજ ગ્રુપના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે.

જોકે શેરબજારને બાદ કરીએ તો સોના ચાંદી માર્કેટ સ્થિર જોવા મળી રહી છે આજે ચાંદીમાં એક સમયે 6000 રૂૂપિયા નો વધારો નોંધાયો હતો પરંતુ બપોરે 3:00 વાગે માત્ર 2000 રૂૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાની માર્કેટમાં સોનાનો ભાવ માત્ર સો રૂૂપિયા ઉપર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *