શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો

  ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડોજોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 72,900 પર કારોબાર…

 

ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડોજોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 72,900 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તે 22,650ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સમાં આજે મોટું ધોવાણ જોવા મળ્યું છે. જે બેન્કિંગ, ઓટો, FMCG અને IT શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેરોમાં આજે ઘટાડો છે. મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના લીધે બજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનો માહોલ સર્જાયો છે.

આ પહેલા શુક્રવારે એટલે કે 20 માર્ચે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 325 પોઈન્ટ (0.44%) વધીને 74,532 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 112 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, તે 23,114 પર બંધ થયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *