ધો.12 સામાન્ય પ્રવાહનું 92.71 ટકા, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ

વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 94.85 ટકા સાથે નંબર વન, સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો 97.88 ટકા પરિણામ સાથે અવ્વલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ…

વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 94.85 ટકા સાથે નંબર વન, સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો 97.88 ટકા પરિણામ સાથે અવ્વલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ 12 ના તમામ પ્રવાહનું રીઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં સામાન્ય પ્રવાહમાં 92.71% જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 84.33 ટકા રાજ્યનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 જ્યારે કોમર્સમાં 5,01,286 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી એમ કહી શકાય કે ધોરણ 12 માં 6 લાખ થી વધુ વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. કોમર્સ ની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું 93.69 ટકા પરિણામ નોંધાયું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 93.36% જોવા મળ્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષની સાપેક્ષમાં 0.36 ટકા ઘટ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષની સાપેક્ષમાં 0.82 ટકા વધ્યું છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો રાજ્યનું કુંભારિયા કેન્દ્ર 98.62 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે એટલું જ નહીં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો હોય તો તે મોરબી છે જેનું પરિણામ 94.85 ટકા છે અને દાહોદ નું લીમડી કેન્દ્ર 42.98% પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર તરીકે જોવા મળ્યું છે. આ સ્ત્રીની વાત એ છે કે 22 શાળા હોય એવી છે કે જેનું સરેરાશ પરિણામ 10% થી પણ ઓછું છે.

એ વન ગ્રેડ સાથે વિજ્ઞાન પ્રવાહમાં 1576 વિદ્યાર્થીઓ સફળ થયા છે જ્યારે 11,756 વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ મળ્યો છે. અંગ્રેજી માધ્યમની વિજ્ઞાન પ્રવાહની ટકાવારી 85.13 ટકા જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની 84.32% પરિણામ આવ્યું છે. ગ્રુપ વાઇસ જો પરિણામ ની વાત કરવામાં આવે તો એ ગ્રુપનું કુલ પરિણામ 90.79 ટકા, બી ગ્રુપ નું પરિણામ 79.87 ટકા, અને એ બી ગ્રુપ નું પરિણામ 69.44% નોંધાયુ છે. રાજ્યમાં કુલ 15 ગેરરિતીના કેસો પણ નોંધાયા હતા.

સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો રાજ્યનું કુલ પરિણામ 92.71% વર્ષની સરખામણીમાં 0.36% ઓછું છે. કોટડા, તડાવ 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ છે. વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરવામાં આવે તો આહવા ડાંગ નું પરિણામ 97.88% અને અમદાવાદ શહેર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો નોંધાયો છે જેનું પરિણામ 87.10 ટકા છે. સામાન્ય પ્રવાહમાં 90.10 ટકા પુરુષ પરિષદ થયો અને 95.41 ટકા મહિલા પરીક્ષાર્થીએ મેદાન માર્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે સામાન્ય પ્રવાહમાં 164 કોપી કેસ નોંધાયા હતા.

એ, બી અને એબી ગ્રુપનું પરિણામ
2026માં એ ગ્રુપનું પરિણામ 90.79 ટકા પરિણામ, જે 2025 મ 91.90 ટકા હતું. બી ગ્રુપની વાત કરવામાં આવે તો 2026 નું પરિણામ 79.87 ટકા જ્યારે 2025 નું પરિણામ 78.74% નોંધાયું . એબી ગ્રુપનું પરિણામ 2026 માં 69.44 ટકા, તથા 2025 માં 73.68 ટકા પરિણામ . રીઝલ્ટ ઉપર અવલોકન કરવામાં આવે તો માત્ર બી ગ્રુપનું પરિણામ ની ટકાવારી 2026માં વધી છે બાકી એ ગ્રુપ અને એબી ગ્રુપનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં ઓછું નોંધાયું છે.

2025ની સરખામણીમાં કોમર્સના પરિણામમાં 0.36 ટકાનો ઘટાડો, વિજ્ઞાન પ્રવાહમાં 0.82 ટકાનો વધારો
વર્ષ 2025 ની સરખામણી ચાલુ વર્ષના પરિણામ સાથે કરવામાં આવે તો કોમર્સના પરિણામમાં 0.36% નો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 0. 82%નો વધારો થયો છે. 2025 માં એ ગ્રુપનું પરિણામ 91.90% હતું જે 2026 માં 90.79 ટકા નોંધાયું છે. બી ગ્રુપ નું પરિણામ 2025 માં 78.74% હતું જે આ વખતે એટલે કે 2026 માં 79.87 ટકા નોંધાયુ. જ્યારે એબી ગ્રુપના પરિણામની વાત કરવામાં આવે તો 2025 માં 93.68% હતું જે 2026માં 69.44 ટકા નોંધાયું છે.

આદિવાસી જિલ્લા ડાંગનું શૈક્ષણિક કિર્તીમાન, સામાન્ય પ્રવાહમાં ગુજરાતમાં અવ્વલ
સામાન્ય રીતે પછાત બેલ્ટ મનાતા આદિવાસી વિસ્તાર આહવા ડાંગ જિલ્લા એ છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક વિકાસમાં પ્રગતિના શિખરો સર કર્યા છે. આ વખતે એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. સમગ્ર ગુજરાતમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં આહવા ડાંગર જિલ્લાએ અવ્વલ આવીને ઝળહળતી સફળતા મેળવઈ છે. સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 97.88 ટકા પરિણામ આવ્યું છે. એ અને ટુ ગ્રેડમાં આવેલા છાત્રોની સંખ્યા પણ અન્ય જિલ્લાઓ કરતાં વધુ છે. બીજી બાજુ મેટ્રો સિટી એવા અમદાવાદની સ્થિતિ વિપરીત થઈ છે. રાજ્યમાં સામાન્ય પ્રવાહનું સૌથી ઓછું પરિણામ અમદાવાદ જિલ્લામાં 87.10 ટકા જ આવ્યું છે. સામાન્ય પ્રવાહનું સેક્ધડ હાયેસ્ટ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 97.71 ટકા જ્યારે સેક્ધડ લોએસ્ટ (બીજા ક્રમે સૌથી ઓછું) વડોદરા જિલાલાનું 88.11 ટકા આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *