આવતીકાલથી ધો.10-12ની પરીક્ષા, 15.27 લાખ છાત્રો

18મી માર્ચ સુધી વિવિધ વિષયોના પેપર્સ લેવાશે, પરીક્ષાર્થીઓ તનાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે અંગે લેવાતી તકેદારી ગુજરાતમાં આવતીકાલ તા.26 ફેબ્રુઆરીથી શિક્ષણ બોર્ડની ધો.10 અને…

18મી માર્ચ સુધી વિવિધ વિષયોના પેપર્સ લેવાશે, પરીક્ષાર્થીઓ તનાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે અંગે લેવાતી તકેદારી

ગુજરાતમાં આવતીકાલ તા.26 ફેબ્રુઆરીથી શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજયભરમાં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે ત્યારે તનાવમુક્ત વાતાવરણમાં છાત્રો પરીક્ષા આપી શકે તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આવતીકાલથી તા.18 માર્ચ સુધી અલગ અલગ વિષયોની પરીક્ષા લેવાનાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ આવતીકાલથી શરૂૂ થવાની છે ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષા માટેના પ્રશ્નપત્રો પણ પ્રિન્ટ થઈને તૈયાર થયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂૂમમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવ્યા છે અને આ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂૂમમાં આવ્યા બાદ સ્ટ્રોંગરૂૂમ સીલ કરાયા છે.

પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂૂમમાં વિવિધ વાહનો દ્વારા મોકલવામાં આવ્યા હતા. જોકે, આ વાહનો દ્વારા પ્રશ્નપત્રો લઈ જતી વખતે પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જેમાં પ્રશ્નપત્રોના વાહનો સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રશ્નપત્રો જે વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાં પણ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવેલી હોવાથી પ્રશ્નપત્રો પોતાના નિર્ધારીત રૂૂટ દ્વારા જ સ્ટ્રોંગરૂૂમ સુધી પહોંચ્યા છે કે કેમ તેની પણ ખાતરી કરવામાં આવી હતી. તમામ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂૂમમાં પહોંચ્યા બાદ ત્યાં થ્રી લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે સ્ટ્રોંગરૂૂમમમાં પ્રશ્નપત્રો સીલ કરવામાં આવ્યા છે તે તમામ સ્ટ્રોંગરૂૂમ સીસીટીવીથી સજ્જ છે, જેથી તેમની પર સતત નજર રાખી શકાય છે.

જેથી કોઈ પણ બહારની વ્યક્તિ સ્ટ્રોંગરૂૂમ સુધી પહોંચી શકશે નહીં. આ ઉપરાંત જિલ્લાના ઉઊઘ દ્વારા પણ પરીક્ષા શરૂૂ ન થાય તે પહેલા સુધી સમયાંતરે સ્ટ્રોંગરૂૂમની મુલાકાત લઈ સુરક્ષાની ચકાસણી કરતા રહેશે. આમ, પરીક્ષાના પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ધો.10ના પેપર કઇ તારીખે?
26 ફેબ્રુઆરી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
28 ફેબ્રુઆરી વિજ્ઞાન
3 માર્ચ બેઝિક મેથ્સ
7 માર્ચ સ્ટાન્ડર્ડ મેથ્સ
11 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
13 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષા)
16 માર્ચ હિન્દી, સિંધી, સંસ્કૃત
18 માર્ચ સામાજિક વિજ્ઞાન
ધો.12 સાયન્સના પેપર
26 ફેબ્રુઆરી ફિઝિકસ
28 ફેબ્રુઆરી કેમિસ્ટ્રી
6 માર્ચ અંગ્રેજી (દ્વિતીય)
7 માર્ચ અંગ્રેજી (પ્રથમ)
9 માર્ચ ગણિત
11 માર્ચ કોમ્પ્યુટર (સૈધાંતિક)
12 માર્ચ ગુજરાતી, હિન્દી, મરાઠી
13 માર્ચ ગુજરાતી, હિન્દી (દ્વિતીય)
16 માર્ચ બાયોલોજી
ધો.12 સામાન્ય પ્રવાહ
26 ફેબ્રુઆરી અર્થશાસ્ત્ર (આર્ટસ/કોમર્સ)
27 ફેબ્રુઆરી તત્વજ્ઞાન
28 ફેબ્રુઆરી વાણિજય વ્યવસ્થા કોમર્સ)
05 માચર્ર્ મનોવિજ્ઞાન (આર્ટસ)
06 માચર્ર્ સમાજશાસ્ત્ર (આર્ટસ)
07 માચર્ર્ ગુજરાતી, અંગ્રેજી (દ્વિતીય)
09 માચર્ર્ રાજ્યશાસ્ત્ર- આંકડાશાસ્ત્ર
10 માચર્ર્ ગુજરાતી-અંગ્રેજી (પ્રથમ)
11 માચર્ર્ હિન્દી (દ્વિતીય)
12 માચર્ર્ સેક્રેટરિયલ પ્રેકિટસ, વાણિજય પત્ર વ્યવહાર
13 માચર્ર્ ભુગોળ (આર્ટસ)
14 માચર્ર્ સામાજિક વિજ્ઞાન (આર્ટસ)
16 માચર્ર્ સંસ્કૃત (આર્ટસ)
17 માચર્ર્ એકાઉન્ટ (કોમર્સ)
18 માચર્ર્ ઇતિહાસ (આર્ટસ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *