વ્યક્તિગત જહાજ યાર્ડ બાંધવા 100 કરોડ સુધીના ઈન્સેન્ટિવ, સ્ટેમ્પ ડયૂટી-વ્યાજ સહિતના લાભો મળશે : ગુજરાતને જહાજ હબ બનાવવાનું ધ્યેય
ગુજરાત સરકારે 16 વર્ષના અંતરાલ પછી જહાજ નિર્માણ અને સમારકામ માટે નવી નીતિ તૈયાર કરી છે. આ નીતિમાં આર્થિક સહાય, વ્યાજ સબ્સિડી, વીજળી-પાણીની સબ્સિડી અને વિસ્તૃત વોટરફ્રન્ટની લાંબા ગાળાની સુવિધા જેવા મુખ્ય પ્રાવધાનો સમાવેશ થાય છે. સરકારે આ નીતિને મુખ્યત્વે મંજૂરી આપી દીધી છે અને સ્થાનિક સંસ્થા ચૂંટણી પછી આગામી મહિને તેની જાહેરાત કરવામાં આવશે.
આ નીતિના મુખ્ય આકર્ષણોમાં એકીકૃત મેગા જહાજ નિર્માણ પાર્ક (IMSP)ના વિકાસ, સામાન્ય માળખાકીય સુવિધાઓ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ RD છઉ કેન્દ્રો તેમજ સ્કિલ હબની સ્થાપના સામેલ છે. આનાથી ગુજરાતમાં જહાજ નિર્માણ ઉદ્યોગને નવી ગતિ મળશે અને હજારો રોજગારીની તકો સર્જાશે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, જહાજ નિર્માણ અને સમારકામ નીતિ સ્થાનિક સંસ્થા ચૂંટણી પછી જાહેર કરવામાં આવશે. તેને મુખ્યત્વે મંજૂરી મળી ગઈ છે. અન્ય સૂત્રોએ કહ્યું, સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ અને વ્યાજ સબ્સિડી ઉપરાંત ડ્રેજિંગ માટે વિશેષ સહાયનું પ્રસ્તાવ છે, કારણ કે આ ક્ષેત્રમાં મૂડીનો ખર્ચ વધુ હોય છે. સ્કિલ અને રિસર્ચ માટે પણ સહાય આપવામાં આવશે.
નીતિમાં લાંબા ગાળાની વોટરફ્રન્ટ એક્સેસની સુવિધા આપવામાં આવી છે, જેથી ઉદ્યોગોને સ્થાયી આધાર મળે. IMSP દ્વારા સામાન્ય માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેનાથી વ્યક્તિગત યુનિટ્સના ખર્ચમાં ઘટાડો થશે.
આ નીતિ 2010 પછીની પ્રથમ મોટી જાહેરાત છે અને તે ગુજરાતને દેશના મુખ્ય જહાજ નિર્માણ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂૂપ થશે. રાજ્યના લાંબા કિનારા અને અસ્તિત્વમાં રહેલા પોર્ટ્સનો લાભ લઈને આ ક્ષેત્રમાં મોટા રોકાણો આકર્ષવાનો સરકારનો ઉદ્દેશ છે.
મુખ્ય આર્થિક સહાય અને પ્રોત્સાહન
કેપિટલ અસિસ્ટન્સ સ્વરૂપે વ્યક્તિગત જહાજ યાર્ડ માટે ₹100 કરોડ અથવા યોગ્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્સેન્ટિવના 10% (જે ઓછું હોય તે); IMSP માટે ₹150 કરોડ અથવા 20%; મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર માટે ₹25 કરોડ અથવા 20%. સહાય અપાશે મહત્તમ 7% સુધીની વ્યાજ સબ્સિડી, જેથી અસરકારક વ્યાજ દર 5% થાય તેમજ વધારાના પ્રોત્સાહનોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ, ડ્રેજિંગ માટે સહાય, વીજળી અને પાણીની સબ્સિડી તેમજ પ્રથમ આવનારા માટે વધારાના 5% યઋઈઈંનો લાભ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને રિસર્ચ સંસ્થાઓ માટે નાણાકીય સહાય. વગેરેનો સમાવેશ થાય છે.
