રાજ્યવ્યાપી માન્ય રહે તેવું સોગંદનામાનું ફોર્મેટ જાહેર

ગુજરાતના અલગ-અલગ વિભાગોના જુદા-જુદા સોગંદનામાની જગ્યાએ એક જ ફોર્મેટ સ્વીકાર્ય રહેશે કોઈપણ સરકારી સેવા મેળવવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવાના થતાં હોય છે. જેમાં અનેક…

ગુજરાતના અલગ-અલગ વિભાગોના જુદા-જુદા સોગંદનામાની જગ્યાએ એક જ ફોર્મેટ સ્વીકાર્ય રહેશે

કોઈપણ સરકારી સેવા મેળવવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવાના થતાં હોય છે. જેમાં અનેક દસ્તાવેજો સહિત જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ રજૂ કરવાના થતા હોય છે. ત્યારે હવે ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ભાગરૂૂપે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય “યુનિવર્સલ એફિડેવિટ”નું નવું ફોર્મેટ જાહેર કર્યું છે.

હવેથી જે સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ સોગંદનામું જરૂૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય, ત્યાં આ એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય રાખવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો દ્વારા અપાતી વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ, દાખલાઓ કે યોજનાઓનો લાભ લેવા માટે અરજદારોએ અનેક પ્રકારના જુદા-જુદા સોગંદનામાં રજૂ કરવા પડતા હતા.

ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાને કારણે બિનજરૂૂરી જાટિલતા ઊભી થતી હતી અને સામાન્ય જનતાનો સમય વેડફાતો હતો તેમજ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતો હતો. નાગરિકોને આ હાલાકીમાંથી મુક્તિ આપવા માટે સરકારે આ વહીવટી સુધારો કર્યો છે.આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.

સેલ્ફ ડિકલેરેશન અગાઉની જેમ ચાલુ રહેશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર ‘સ્વઘોષણા’ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી. કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *