પંજાબ નેશનલ બેંકને રૂપિયા 2434 કરોડનો ચુનો લગાવતું SREI ગ્રુપ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ 2,434 કરોડ રૂૂપિયાના લોન કૌભાંડની જાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં)ને કરી છે.…

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ 2,434 કરોડ રૂૂપિયાના લોન કૌભાંડની જાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં)ને કરી છે. આ મામલે SREI ગ્રુપની બે કંપનીઓ સામે છેતરપિંડીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેના કારણે બેંકિંગ ક્ષેત્રમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.

PNB દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કૌભાંડમાં SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ લિમિટેડ અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ સામેલ છે. બંને કંપનીઓના ભૂતપૂર્વ પ્રમોટર્સ આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. બેંકે આ બાબતની સત્તાવાર માહિતી સ્ટોક એક્સચેન્જને પણ આપી છે.
બેંકના જણાવ્યા મુજબ, SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ સંબંધિત છેતરપિંડીની રકમ અંદાજે 1,241 કરોડ રૂૂપિયા છે, જ્યારે SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સાથે જોડાયેલ કૌભાંડની રકમ આશરે 1,193 કરોડ રૂૂપિયા છે. જો કે રાહતની વાત એ છે કે PNBએ બંને કેસમાં બાકી રહેલી રકમ માટે 100 ટકા જોગવાઈ કરી લીધી છે, જેના કારણે બેંકના નાણાકીય પરિણામો પર સીધી અસર થવાની શક્યતા નથી.

બંને કંપનીઓના કેસ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં ચાલી રહ્યા હતા. NCLT દ્વારા આ કેસોના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ, ઓગસ્ટ 2023માં નેશનલ એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની (NARCL) ની યોજના મંજૂર થયા પછી કંપનીઓના બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *