રમત ગમત વિભાગે સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય બનાવી દીધા

ગુજરાતના રમત વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. જૂનાગઢમં વીર દેવાયત બોદર મેમોરિયલ ખાતે રાજ્ય સકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને વન અને પર્યાવરણ…

ગુજરાતના રમત વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. જૂનાગઢમં વીર દેવાયત બોદર મેમોરિયલ ખાતે રાજ્ય સકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જના વિભાગ દ્વારા વિકાસની કામગીરીને લઈને ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું. આ ખાતમુહૂર્ત સમારોહને લઈને રાજકીય નેતાઓને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી. જૂનાગઢમાં વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકામાં જિલ્લાના રમત વિભાગે ગીર સોમનાથના ધારાસભ્યના નામમાં ભાંગરો વાટ્યો. આગામી તારીખ 10 એપ્રિલ ગુરુવારના રોજ ઉપરકોટ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને યોજાનાર ખાસ સમારોહની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય જ બદલી નાખ્યા. આમંત્રણ પત્રિકામાં સંજય કોરડીયાને ગીર સોમનાથના ખકઅ ગણાવ્યા. જ્યારે વાસ્તવિક રીતે વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે. જિલ્લા તંત્રનો આ છબરડો સામે આવતા રમત ગમત વિભાગ હાસ્યાસ્પદ બન્યો છે.

ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકામાં અન્ય રાજકીય મહાનુભાવોના નામ યોગ્ય રીતે લખાયા હતા. પરંતુ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ બદલી નખાતા રાજકીય વર્તૂળોમાં અફવાઓનું બજાર ગરમ રહ્યું. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે શું વિમલ ચુડાસમા વિદાય લેશે કે પછી ધારાસભ્ય પર દબાણ લાવવા આવી હરકતો અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી છે.નોંધનીય છે કે બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમા એ ખનીજ ચોરી મુદ્દે ગૃહમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *