પરિમલભાઈ નથવાણીની ટકોર પછી ખંભાળિયામાં વ્યસ્ત માર્ગો પર બન્યા સ્પીડ બ્રેકરો

– બેઠક રોડ સહિતના માર્ગો પર બેફામ દોડતા વાહનો પર કાબુ – ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બનેલા અકસ્માતના એક બનાવ બાદ ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ…

– બેઠક રોડ સહિતના માર્ગો પર બેફામ દોડતા વાહનો પર કાબુ –

ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બનેલા અકસ્માતના એક બનાવ બાદ ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવેલી ટકોર બાદ વહીવટી તંત્રએ સ્પીડ બ્રેકર બનાવવા સહિતની કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં રહેતા સરળ અને સાલસ સ્વભાવના કિશોરભાઈ લાલ નામના એક વૃદ્ધ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે બેઠક રોડ પર કાર અકસ્માતમાં તેમના થયેલા અકાળે અવસાન બાદ આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા સાથે લાગણીનો સંબંધ ધરાવતા અહીંના વતની એવા શ્રી પરિમલભાઈ નથવાણીએ ફેસબુક મારફતે ખંભાળિયામાં બેઠક રોડ પર બેફામ દોડતા વાહનોની ગતિ ઉપર તાત્કાલિક અને કડક નિયંત્રણ આવે તે હેતુથી જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર, સાઈનેજ અને અન્ય માર્ગ સલામતીના પગલાં લેવા જણાવ્યું હતું.

આ પછી નગરપાલિકા તંત્રએ જરૂરી કાર્યવાહી કરી અને મહાપ્રભુજીની બેઠક તેમજ શારદા સિનેમા રોડ, જોધપુર ગેઈટથી પોલીસ સ્ટેશન વિસ્તાર વિગેરે સ્થળોએ જરૂરી સ્પીડ બ્રેકરો બનાવ્યા હતા. આ પગલાથી હવે જાહેર માર્ગો પર પૂરઝડપે જતા વાહનો પર કાબુ બની રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *