એસી, સેક્ધડ અને જનરલ કોચની સુવિધા, વાંકાનેર સ્ટોપ ન અપાયો
મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેએ રાજકોટ અને ભૂજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે જેની વિગતો નીચે મુજબ છે.
મળેલ માહિતી મુજબ કચ્છ જવા માટેની એક માત્ર આ ટ્રેન વાંકાનેર જંક્શનમાં નહીં જાય અને રાજકોટ તરફથી સીધી જ ફાટક પાસેથી મોરબી જતી રહેશે, લોકો ઈચ્છે છે કે આ ટ્રેન વાંકાનેર જંક્શનમાં જાય અને સવલત મળે, જંક્શનમાં રાજકોટ તરફથી આવતી ટ્રેનો જયાં ઉભે છે, ત્યાં સ્ટોપ કરી પછી મોરબી તરફના પાટા ઉપર જઈ શકે, આમ કરવાથી જો એન્જીન ટ્રેનની પાછળ જતું હોય તો આગળ લઇ શકાય તેમ છે, ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી ટ્રેનો અજમેર તરફ જવા આમ કરે છે.
વાંકાનેરમાં પણ આમ કરવું ઘટે. વાંકાનેર પ્લેટફોર્મ પર ઉભેલો પેસેન્જર ભુજ જતી-આવતી ટ્રેન જોઈ શકશે પણ ટ્રેનમાં બેસી શકશે નહીં ! ટેક્નિકલી શક્ય ન હોય તો આ ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેર સીટી સ્ટેશને આપી શકાય, ત્યાં પ્લેટફોર્મનો પ્રશ્ન હોય તો અમરસર અથવા ઢુવા સ્ટોપેજ પણ આપી શકાય તેમ છે, વાંકાનેર મોટું શહેર છે, આ ટ્રેનમાં આવતા રૂૂટો પૈકી ટોપ ત્રણમાં વાંકાનેરમાંથી પેસેન્જરો મળે તેમ છે, આ ટ્રેન શરૂૂ કરવા સ્થાનિક સાંસદ કેસીદેવસિંહે રેલવે મંત્રી વૈષ્ણવ સમક્ષ રજુઆત કરી હતી, હવે વાંકાનેર સ્ટોપેજ માટે ભારપૂર્વક રજુઆત કરી વાંકાનેરવાસીઓને આ સવલત અપાવે એવી લોકલાગણી છે.
રાજકોટ-ભુજ-રાજકોટ દૈનિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 21 માર્ચ, 2025 થી 30 જૂન, 2025 સુધી રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 21 માર્ચ, 2025 થી 30 જૂન, 2025 સુધી ભુજથી દરરોજ સવારે 06.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેક્ધડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસ ના કોચ હશે.
બુકિંગ માટે સંપર્ક
ટ્રેન નંબર 09445/09446 ની બુકિંગ 20 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરોhttp://www. enquiry. indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે