શ્રીલંકાને હરાવીને સાઉથ આફ્રિકા WTC પોઇન્ટ ટેબલમાં નંબર વન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 માં રમાશે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ હવે ન્યુઝીલેન્ડ ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે ફાઈનલની રેસમાં ભારત,…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 માં રમાશે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ હવે ન્યુઝીલેન્ડ ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે ફાઈનલની રેસમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા છે. ત્યારે શ્રીલંકાને બે ટેસ્ટ સીરિઝમાં હરાવ્યા બાદ સાઉથ આફ્રિકાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થિતિ મજબૂત બની છે.


શ્રીલંકાની સાઉથ આફ્રિકા સામેની હારને કારણે ભારતને પણ મોટો ફટકો પડ્યો છે. જો શ્રીલંકાએ આ મેચ જીતી હોત તો ભારત બીજા નંબર પર આવી ગયું હોત. અને સાઉથ આફ્રિકા બીજા નંબરથી ત્રીજા નંબર પર આવી શકતી હતી. પરંતુ સાઉથ આફ્રિકાની જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર થયા છે.
સાઉથ આફ્રિકા શ્રીલંકાને 109 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે 10 મેચમાં 6 જીત સાથે તેના 63.33 ટકા પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને પહોંચી હતી. તે હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના 14 મેચોમાંથી 9 માં જીત સાથે 60.71 પોઈન્ટ છે. ભારત જે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતું. તે ત્રીજા સ્થાને ખસેડાયું છે. 57.29 પોઈન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *